Get The App

તુલા-મીન સહિત 3 રાશિના જાતકો માટે તાબડતોબ કમાણીના યોગ! મકર સંક્રાંતિએ સૂર્ય અને શનિનું થશે મિલન

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
તુલા-મીન સહિત 3 રાશિના જાતકો માટે તાબડતોબ કમાણીના યોગ! મકર સંક્રાંતિએ સૂર્ય અને શનિનું થશે મિલન 1 - image


Surya Shani Sanyog 2026: જાન્યુઆરી મહિનામાં સૂર્ય દેવ શનિની રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં સૂર્ય-શનિને પિતા-પુત્ર સિવાય એકબીજાના શત્રુ પણ માનવામાં આવે છે. પરંતુ મકરસંક્રાંતિ એકમાત્ર એવો દિવસ હોય છે, ત્યારે પિતા સૂર્ય પુત્ર શનિની રાશિમાં ગોચર કરે છે. આ વર્ષે સૂર્ય અને શનિનું આ મિલન 14 જાન્યુઆરી થવાનું છે. જ્યોતિષવિદો અનુસાર, સૂર્ય-શનિનો આ સંયોગ તીન રાશિ માટે લાભકારી સાબિત થઈ શકે છે. જેમાં તુલા, મીન અને વૃષભ રાશિના જાતકો માટે તાબડતોબ કમાણીના યોગ છે.

મકર સંક્રાંતિએ સૂર્ય અને શનિનું થશે મિલન

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિનું મિલન વૃષભ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જૂના રોકાણો અથવા પૈતૃક સંપત્તિમાંથી નફો થવાની પ્રબળ શક્યતાઓ છે. કોર્ટ કેસોમાં રાહત મળી શકે છે. પરિવાર અને લગ્ન જીવનમાં મીઠાશ વધશે. સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મળશે.

તુલા રાશિ

શનિ અને શુક્રનું મિલન તુલા રાશિના જાતકો માટે શુભ સંકેતો દર્શાવે છે. આવકમાં વધારો થશે. કારકિર્દીમાં ઉન્નતિની તકો ઉભી થશે. રોજગાર શોધનારાઓને કેટલાક સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલાઓને તેમની મહેનતનું ફળ મળી શકે છે. 

તુલા રાશિના જાતકો માટે નવી દુકાન, ફેક્ટરી અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સારો સમય છે. પાછલા વર્ષની અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધોમાં સુમેળ વધશે, અને પરસ્પર સમજણ મજબૂત થશે. આ સમયગાળો સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ અનુકૂળ રહેશે.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ વચ્ચે શું છે તફાવત? જાણો 14 જાન્યુઆરીનું ખગોળીય મહત્વ અને પૃથ્વીની 'લચક' ગતિનું રહસ્ય

મીન રાશિ

મીન રાશિના જાતકોને  પણ સૂર્ય-શનિના મિલનનો સંયોગ લાભકારી સાબિત થશે. આ રાશિના જાતકોનું આર્થિક પક્ષ મજબૂત થશે. અચાનક ધન લાભના યોગ બનશે. ભવિષ્યને લઈને નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકાય. સંપત્તિ કે અગાઉ રોકાણથી ફાયદો થશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે, જેનાથી સંબંધોમાં મિઠાસ વધશે. ઘર પરિવાર કે અન્ય સદસ્યોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે.