Makar Sankranti 2026: વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.
સંક્રાંતિનો સમય અને પંચાંગ
આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.
સમય: બપોરે 03:08 મિનિટે (IST)
તિથિ: પોષ વદ 11
નક્ષત્ર: અનુરાધા
ચંદ્ર રાશિ: વૃશ્ચિક
લગ્ન: વૃષભ
રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.

જીવદયાનું મહત્વ
શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.
ઉત્તરાયણ અને મકરસંક્રાંતિનું મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન 'સંક્રાંતિ' તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે 'ઉત્તરાયણ' કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.


