Get The App

મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image


Mahashivratri 2026: આગામી 15 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિ ઉજવવામાં આવશે. આ વર્ષની શિવરાત્રિ જ્યોતિષ શાસ્ત્રના મતે અત્યંત મહત્વની છે, કારણ કે આ દિવસે લગભગ 300 વર્ષ પછી એક દુર્લભ સંયોગ રચાઇ રહ્યો છે. આ વખતે મહા શિવરાત્રિ પર એકસાથે 8 શુભ યોગો આકાર લઈ રહ્યા છે. ગ્રહોની સ્થિતિ જોઈએ તો કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિથી 'ત્રિગ્રહી યોગ' રચાશે. એ સિવાય બુધાદિત્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ, વ્યતિપાત યોગ, વરિયાન યોગ, ધ્રુવ યોગ જેવા શક્તિશાળી યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. મહા શિવરાત્રિ ભગવાન મહાદેવના પ્રિય એવા શ્રવણ નક્ષત્રમાં આવશે જેથી તેનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ અનેકગણું વધી ગયું છે. આ મહાસંયોગની સૌથી સકારાત્મક અસર નીચે મુજબની ત્રણ રાશિઓ પર વધારે દેખાઈ શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે. જો તમારું ધન ક્યાંક અટવાયેલું હોય તો તે પાછું મળવાની પ્રબળ સંભાવના છે. નોકરીમાં પ્રમોશન અને સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી જૂની સમસ્યાઓમાંથી છૂટકારો મળશે, શત્રુઓ પર વિજય મેળવી શકશો તેવો સ્થિતિનું નિર્માણ થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે આનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ શકે નહીં. જો આ રાશિના જાતકોને નવી દુકાન, ફેક્ટરી કે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી હોય તો દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી તેમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી પાટા પર ચડશે અને જીવનમાં કોઈ અધૂરી ઈચ્છા રહી ગઈ હતી તો તે પૂર્ણ થવાના યોગ છે.

આ પણ વાંચો: Mahashivratri 2026: કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા મહાશિવરાત્રી પર કરો આ વિશેષ પૂજા વિધિ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળાઓને કરિયરમાં કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે. તે જે તે ધંધા કે નોકરી કરી રહ્યા છો ત્યાં તમારી સર્જનાત્મકતાના વખાણ થશે. સિનિયર અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. આર્થિક રીતે પણ આ સમય ઘણો મજબૂત રહેશે, જેના કારણે તમારી બચતમાં વધારો થશે અને માનસિક આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે.