Image: Freepik
મહા શિવરાત્રિ પર જળાભિષેકનું શુભ મુહૂર્ત
-પહેલું મુહૂર્ત
સવારે 08:24 થી સવારે 09:48 સુધી
-બીજું મુહૂર્ત
સવારે 09:48 થી સવારે 11:11 સુધી
-ત્રીજું મુહૂર્ત
સવારે 11:11 થી બપોરે 12:35 સુધી
-ચોથું મુહૂર્ત
સવારે 06:11 થી સવારે 07:47 સુધી
પ્રહર
આ ઉપરાંત 15 ફેબ્રુઆરીના રોજ પ્રથમ પ્રહર સાંજે 06:11 થી રાત્રે 09:23 સુધી તો બીજો પ્રહર રાત્રે 09:23 થી રાત્રે 12:35 સુધી છે. અન્ય બે પ્રહાર 16 ફેબ્રુઆરીએ પડે છે.
પૂજા સામગ્રીની યાદી
બિલીપત્ર, શમી પત્ર, ધતૂરો, ભાંગ, આંકડાના ફૂલ, સફેદ ફૂલ, ચંદન, કંકુ, અક્ષત (ચોખા), દીપક, સિક્કા, સોપારી, કળશ, જનેઉ, નારિયેળ, લવિંગ એલચી, મીઠાઈ, ફળ
આ દિવસે વહેલી સવારે સ્નાન કરી શિવાલયમાં બિલીપત્ર, ધતૂરો અને આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. આ ઉપરાંત કાળા તલ અને લોખંડનું દાન કરવાથી શનિદેવ અને શિવજી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. જાણો પૂજા વિધિ
-મહાશિવરાત્રી કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ (પંચામૃત) થી અભિષેક કરવો.
-શિવલિંગ પર ચાંદીના નાગ-નાગણીની જોડી અર્પણ કરવી. તેનાથી રાહુ-કેતુનો પ્રભાવ ઓછો થાય છે.
-ॐ નાગકુલાય વિદ્મહે વિષદન્તાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત્' મંત્રનો 108 વાર જાપ કરવો.
-જીવનના કષ્ટો દૂર કરવા માટે દિવસમાં બે વાર મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા.
-નાગ પંચમીના દિવસે વ્રત રાખવું, નાગ દેવતાને દૂધ ચઢાવવું અને કાળા તલનું દાન કરવું.
-નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શનિ મંત્ર 'ॐ શં શનૈશ્ચરાય નમઃ' નો જાપ કરવો.
-શનિવારે કાળા તલ, કાળું કપડું, લોખંડ અથવા સરસવના તેલનું દાન કરવું.
-મહાશિવરાત્રી જેવા ખાસ દિવસે વિદ્વાન બ્રાહ્મણ પાસે વિશેષ રુદ્રાભિષેક કરાવવો.
-જો શક્ય હોય તો ઉજ્જૈન (મહાકાલેશ્વર), નાસિક (ત્ર્યંબકેશ્વર) કે પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળોએ જઈને દોષ નિવારણની પૂજા કરાવવી.
-પૂજામાં બિલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ અને ભાંગ અર્પણ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
મહાદાન
શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન માનવામાં આવ્યું છે. આ દિવસે ભૂખ્યા કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું અત્યંત શુભ છે. મહાદેવને સફેદ રંગ પ્રિય હોવાથી દૂધ, દહીં, ઘી, ચોખા કે ખાંડનું દાન કરવાથી જીવનમાં શીતળતા અને સુખ આવે છે. આ દિવસે દાનથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે અને મન શાંત રહે છે.
સૌભાગ્ય દાન
ગરીબોને સફેદ કે પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો ભેટ આપવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી અડચણો દૂર થાય છે. મહાશિવરાત્રી એ શિવ-પાર્વતીના વિવાહનો ઉત્સવ છે. આ દિવસે પરિણીત મહિલાઓને લાલ ચુંદડી, બંગડી અને સિંદૂર જેવી સૌભાગ્ય સામગ્રીનું દાન કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા અને શાંતિ રહે છે. આર્થિક કે માનસિક કષ્ટ દૂર કરવા માટે કાળા તલ અને ગોળના દાનનું અનેરું મહત્વ છે. કાળા તલના દાનથી અટકેલા કાર્યોમાં ગતિ આવે છે. ગોળ અને ઘીનું દાન કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ ઉપરાંત મંદિરમાં જઈને આ સામગ્રીઓનું ગુપ્ત દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સફળતાના દ્વાર ખુલે છે.
દાન કરવાનો ભાવ
દાન કરતી વખતે મનમાં અહંકાર ન હોવો જોઈએ. નિઃસ્વાર્થ ભાવે કરેલું નાનું દાન પણ દેવાધિદેવ મહાદેવ સહર્ષ સ્વીકાર કરે છે સવારે પૂજા કર્યા પછી અથવા પ્રદોષ કાળ એટલે કે સાંજના સમયે દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. દાન આપતા પહેલા તે વસ્તુને માનસિક રીતે મહાદેવના ચરણોમાં અર્પણ કરો અને ત્યારબાદ જ જરૂરિયાતમંદને આપો. યાદ રાખો કે વસ્તુ હંમેશા સ્વચ્છ અને ઉપયોગી હોવી જોઈએ.


