Magh Purnima 2026: હિન્દુ ધર્મમાં પૂર્ણિમાને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ તિથિ માનવામાં આવે છે. વર્ષ 2026ની બીજી પૂર્ણિમા, માઘ પૂર્ણિમા આવતીકાલે છે. આ પવિત્ર તિથિને માઘી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે, તેનું ખૂબ ધાર્મિક મહત્વ છે. પરંપરાગત રીતે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે. તેથી એવી માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દ્રિક પંચાગ પ્રમાણે 1 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ પૂર્ણિમા છે. જ્યોતિષીઓના મતે પૂર્ણિમાની તિથિ ત્યારે શરૂ થાય છે જ્યારે ચંદ્ર પોતાની ભ્રમણકક્ષા દરમિયાન પૃથ્વીની તદ્દન વિપરીત દિશામાં સૂર્યની સામે આવી જાય છે, જેનાથી તેનો આખો ભાગ પ્રકાશિત દેખાય છે. જ્યોતિષીઓના મતે 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ છે જેના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. તો ચાલો જાણીએ કે, ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય રાશિઓ કઈ છે, જેના માઘ પૂર્ણિમાંથી સારા દિવસો શરૂ થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહે છે. તમને જીવનમાં ધન સબંધિત સારી તકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યોને ધીમે-ધીમે સફળતા મળવા લાગશે. નોકરી કે બિઝનેસમાં આગળ વધવાના સંકેતો છે. ધાર્મિક કાર્યોમાં જોડાવાથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. આવકના નવા રસ્તા ખુલી શકે છે, જેનાથી આર્થિક રાહત મળશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ટ્રાન્સફરનો લાભ મળી શકે છે. વૈવાહિક જીવનમાં મિઠાસ વધશે અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમયસકારાત્મક પરિવર્તન લઈને આવશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અટકેલા કામ ફરીથી વેગ પકડશે. કરિયર અને બિઝનેસ બંનેમાં પ્રગતિની સારી તકો મળી શકે છે. જૂના રોકાણોથી લાભ થવાની અપેક્ષા છે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપવી શુભ રહેશે.
આ પણ વાંચો: 6 દિવસ બાદ શુક્ર-રાહુ બનાવશે શક્તિશાળી યોગ, આ રાશિના જાતકો માટે કમાણીના માર્ગો ખુલશે
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહેશે. આવનારો સમય તમારા માટે સૌભાગ્ય લઈને આવશે. લાંબા સમયથી અટવાયેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર અને મજબૂત બનશે. આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે, જેનાથી માનસિક સંતુલન જળવાશે. તમને જીવનમાં સ્થિરતા અને સંતોષનો અનુભવ થશે.


