Astro

રાત્રે 9.57થી ચંદ્રગ્રહણ: ગ્રહણ પહેલા અને પછી શું કરવું? જાણો નિયમો

By GS TEAM
7 Sep 20253 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે રાત્રે એટલે કે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ પહેલા અને પછી શું કરવું તેમજ શું ન કરવું તે જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

રાત્રે 9.57થી ચંદ્રગ્રહણ: ગ્રહણ પહેલા અને પછી શું કરવું? જાણો નિયમો

Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે રાત્રે એટલે કે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ પહેલા અને પછી શું કરવું તેમજ શું ન કરવું તે જાણીએ. 

આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ

ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરૂ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26  (એટલે કે બીજા દિવસે સવારે 1.26  કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરૂ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.


સૂતક કાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?

સૂતક શરૂ થશે: 7 સપ્ટેમ્બર 2025, બપોરે 12.57 વાગ્યે

સુતક સમાપ્ત થશે: 8 સપ્ટેમ્બર 2025, રાત્રે 1.27 વાગ્યે

સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ?

  • સૂતક કાળને અશુદ્ધ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન ઘણા ધાર્મિક નિષેધ લાગુ પડે છે. આ સમય એવો છે જ્યારે વ્યક્તિએ પોતાના આચરણ અને દિનચર્યા પર ખાસ સંયમ રાખવો જોઈએ.
  • ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ.
  • વાળ અને નખ કાપવા જોઈએ નહીં.
  • લગ્ન, મુંડન કે ગૃહસ્થી જેવા કોઈ ધાર્મિક કે શુભ કાર્ય ન કરવા જોઈએ.
  • મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેમ કે છરી, કાતર, સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
  • મોબાઇલ, ટીવી પર મનોરંજન ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે.
  • જોકે, બીમાર, વૃદ્ધો અને બાળકોને આ નિયમોમાંથી થોડી છૂટ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે આ નિયમોનું પાલન આધ્યાત્મિક રીતે સારું માનવામાં આવે છે.

સૂતક કાળ દરમિયાન શું કરવું 

  • ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતયે નમઃ જેવા મંત્રોનો જાપ કરો.
  • સંતાન રક્ષા મંત્ર અથવા વિશેષ શાંતિ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
  • ગીતા, રામચરિતમાનસ અથવા દુર્ગા ચાલીસા જેવા ધાર્મિક ગ્રંથોનો પાઠ કરો.
  • શક્ય હોય તો મૌન પાળો અને માનસિક જપ કરો.
  • નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક વિચારોનું ચિંતન કરો.

ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું જોઈએ?

  • સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
  • ઘર અને પૂજાના સ્થળની સફાઈ કરો.
  • ભગવાનને ભોજન અર્પણ કરો અને દીવો પ્રગટાવો.
  • બચેલા ખોરાકનો ત્યાગ કરો. ગ્રહણ પહેલાં તેમાં તુલસી કે કુશના પાન ઉમેરવામાં આવ્યા હોય તો જ તે ખાઓ.
  • જરૂરિયાતમંદોને અન્ન, કપડાં કે દક્ષિણાનું દાન કરો.

ગ્રહણ રાશિફળ

મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.

વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઈચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.

મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.

કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.

સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!

તુલા: મતભેદથી બચવું. વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.

ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છે. મુલાકાતો વધી શકે છે.

મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.

કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.

મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.