Get The App

એક સાથે ચંદ્રગ્રહણ, મૃત્યુ પંચક અને રાહુ કાળ... તુલા-મકર સહિત આ રાશિના જાતકોએ ખાસ સાચવવું!

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
એક સાથે ચંદ્રગ્રહણ, મૃત્યુ પંચક અને રાહુ કાળ... તુલા-મકર સહિત આ રાશિના જાતકોએ ખાસ સાચવવું! 1 - image


Chandra Grahan Rashi effect: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ રાશિચક્ર પર સારી અને ખરાબ અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કેટલાક લોકો માટે ખૂબ જ અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે 7 સપ્ટેમ્બરે માત્ર ચંદ્રગ્રહણ જ નહીં, પરંતુ તેની સાથે કેટલાક અશુભ યોગો પણ બની રહ્યા છે.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

ગર્ભવતી સ્ત્રીઓએ પણ ખૂબ કાળજી રાખવી

મહત્ત્વની વાત એ છે કે, 6 સપ્ટેમ્બરથી મૃત્યુ પંચક શરૂ થઈ રહ્યું છે, જે 10 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 7 સપ્ટેમ્બરનું ચંદ્રગ્રહણ પંચકની છાયામાં પડશે. એટલું જ નહીં, ચંદ્રગ્રહણના સૂતક સમયગાળા દરમિયાન રાહુ કાળ પણ સાંજે દોઢ કલાક સુધી રહેશે. મૃત્યુ પંચકને બધા પંચકોમાં સૌથી અશુભ માનવામાં આવે છે, રાહુ કાળ પણ ખૂબ જ અશુભ સમય હોય છે. જેથી કરીને આ દિવસે, ગર્ભવતી સ્ત્રીઓએ પણ ખૂબ કાળજી રાખવી જોઈએ અને બહાર જવાનું ટાળવું જોઈએ.

આ ઉપરાંત ચંદ્રગ્રહણના દિવસે શનિ પણ વક્રી સ્થિતિમાં રહેશે. જેને પણ સારું માનવામાં નથી આવતું. એટલે એકંદરે આ બધા અશુભ યોગ લોકોના જીવનને અસર કરશે. જેમાં 3 રાશિઓ એવી છે જેમને વધુ સાવધાની રાખવાની જરૂર છે. જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પણ વધુ સાવધાની રાખવી જોઈએ અને બહાર જવાનું ટાળવું જોઈએ.

સિંહ રાશિ 

સિંહ રાશિના જાતકોએ આ દિવસે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કરિયરની બાબતમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. ક્યાય પણ પૈસાનું રોકાણ ન કરો. તેમજ આજના દિવસે કોઈની સાથે ઝઘડો કે વિવાદ થવાની શક્યતા છે, તેથી સાવચેત રહેવું અને ઝઘડો ટાળવો.

આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!

તુલા રાશિ

આ ચંદ્રગ્રહણ તુલા રાશિના જાતકો માટે સારું નથી. આ જાતકોને કરિયર, પૈસા કે સંબંધો સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. રોકાણ કરવાનું ટાળો. કોઈની પર આંધળો વિશ્વાસ ન કરો. આ સાથે વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવી.

મકર રાશિ 

મકર રાશિના જાતકોને આ સમય દરમિયાન મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. જેમાં કેટલાક લોકોને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જાતકોને કરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. લાંબી મુસાફરી કરવાનું ટાળવું. તેમજ કોઈની સાથે દલીલ ન કરો.

Tags :