Get The App

જાણો શક્તિશાળી અને પ્રખ્યાત બનવા માટે તમારા સૂર્ય નાડી ચક્રને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય

Updated: May 1st, 2022

GS TEAM


Google News
Google News
જાણો શક્તિશાળી અને પ્રખ્યાત બનવા માટે તમારા સૂર્ય નાડી ચક્રને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય 1 - image


- ડાયાબિટીસ એ મણિપુર ચક્રના અસંતુલનથી સર્જાતી ઘણી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે

અમદાવાદ, તા. 01 મે 2022, રવિવાર

મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર એ ચક્ર પ્રણાલીનું સૌથી મોટું ચક્ર છે. તે વ્યક્તિના આત્મવિશ્વાસને જાળવવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સંભાળે છે. જો તમે લીડરશીપની ભૂમિકામાં રહેવા ઈચ્છતા હોવ અથવા જાહેરમાં બોલવા માગતા હોવ તો તમારું મણિપુર ચક્ર સ્વસ્થ હોવું જોઈએ. સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર અને તેના સાથે સંબંધિત પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. તે પાચનતંત્રનું સંચાલન કરતું હોવાથી અગ્નિનું તત્વ તેને દૃષ્ટિ કે ચમત્કારની ભાવનાથી શક્તિ આપે છે. વ્યક્તિ પોતાના માતા-પિતા, બોસ, સત્તાધીશો કે કોઈ પણ મોટી વ્યક્તિ વગેરે સાથે જે  પ્રકારના સંબંધો ધરાવે છે તે પણ મણિપુર ચક્રના સ્વાસ્થ્યથી પ્રભાવિત થાય છે. 

પીળા રંગના આવર્તન આ ચક્રને ઉર્જાથી સભર હોવાનો અનુભવ કરાવે છે. સૂર્ય નાડી ચક્ર વ્યક્તિના 'અહંકાર' (Ego)ના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વ્યક્તિની સ્વ-વિભાવનાને મજબૂત બનાવે છે. ડાયાબિટીસ એ મણિપુર ચક્રના અસંતુલનથી સર્જાતી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે.

તમે તમારી જાત માટે શું અને કેવું અનુભવો છો તે આ ચક્ર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 

વ્યક્તિ શક્તિશાળી અને પ્રખ્યાત બની શકે તે માટે આ ચક્ર તેનું ધ્યાન કેન્દ્રિત રાખવાનું અને તેને આત્મવિશ્વાસથી સભર રાખવાનું કામ કરે છે. 

ચક્રની ઉર્જા સંતુલિત હોય ત્યારે- પોતાની જાત માટે અને બીજાના માટે આદરની લાગણી અનુભવાય, આત્મવિશ્વાસ, શાંતિ અને પૂર્ણતાનો અનુભવ થાય.

ચક્રની ઉર્જા અત્યાધિક હોય ત્યારે- વ્યક્તિ હઠીલી, ટીકાખોર, બદમાશ, આક્રમક અને સ્પર્ધાત્મક બને છે.

ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે- વ્યક્તિમાં સ્વાભિમાનની કમી જોવા મળે છે, સમયનો બગાડ થાય છે, વ્યક્તિ ભયભીત રહે છે, શું કરવું જોઈએ તે નક્કી નથી કરી શકતી, કોઈકના આદેશ પ્રમાણે વર્તે છે-જીવે છે અને જાતે નિર્ણય નથી લઈ શકતી. 

ચક્રમાં અસંતુલનથી નીચે મુજબની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકેઃ

- કિડની અને મૂત્રાશયને લગતી સમસ્યા થઈ શકે

- મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે

- વ્યક્તિ અકરાંતિયું બને, એટલે કે બિનજરૂરી ખોરાક ખાધા જ કરે

- કબજિયાત, અલ્સર, ગેસ, પેટ ફુલાવા જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે

- ડાયાબિટીસ થઈ શકે

- લીવરને લગતી સમસ્યાઓ થઈ શકે

મણિપુર ચક્રને સ્વસ્થ બનાવવા માટે નીચે મુજબના પ્રયોગો અપનાવી શકાયઃ

હીલિંગ પ્રેક્ટિસ (Healing Practice):

- જોખમ લેતા શીખો

- ગુસ્સાની લાગણીનો ત્યાગ કરો

- નિકટતાની લાગણી, અટેચમેન્ટ્સનો ત્યાગ કરો

- તમારી જાતની માવજત કરો

- ખુલીને હસો

> ભસ્ત્રિકા પ્રાણાયામ કરો (Breath of Fire)

> શક્ય તેટલું વધારે પીળા રંગની વસ્તુઓનું સેવન કરો, પીળા રંગના વસ્ત્રો પહેરો, પીળા રંગને વિઝ્યુઅલાઈઝ કરો, જુઓ 

> સીટ્રાઈન (Citrine) અને ગોલ્ડન ટાઈગર આઈ (Golden tiger’s Eye) જેવા સ્ફટિકો ધારણ કરો

> લેમન, રોઝમેરી, વરિયાળી (ફેનેલ) અને જીરેનીયમ ઓઈલ કે ધૂપસળીઓ વડે એરોમાથેરાપી લો

અભિકથન (Affirmations):

- હું મારા સ્વ માટે, મારી જાત મટે ઉભો/ઉભી છું.

- હું મારી શક્તિઓની કદર કરૂં છું.

- હું મારી જાતને સંપૂર્ણપણે સ્વીકારું છું.

- હું દરરોજ દરેક રીતે મજબૂત બની રહ્યો/રહી છું.

જે વ્યક્તિ પોતાની જાતને મહત્વ નથી આપતી તે હંમેશા પોતાની ઓળખ બનાવવા કે જીવનના સાચા માર્ગને જાણવા માટે સંઘર્ષ કરતી રહે છે. નિર્ધારિત ધ્યેયો સુધી પહોંચવા માટે વ્યક્તિએ પોતાની જાતનો આદર અને સ્વીકાર કરવો જોઈએ. પોતાની જાત માટે સ્ટેન્ડ લેવું અને નિર્ણય લેવામાં ભાગ લેવો એ મહત્વપૂર્ણ બાબત છે. જો વ્યક્તિ કોઈ પણ પ્રકારની આગેવાની લીધા વગર ફક્ત અન્ય લોકો પાસેથી આદેશો લેશે તો પોતાની ઓળખ બનાવવી મુશ્કેલ થઈ પડશે. 

મજબૂત આત્મવિશ્વાસ + મહાન નેતૃત્વ ગુણો + પોતાની જાતનો અને અન્યનો સ્વીકાર = સ્વસ્થ મણિપુર ચક્ર

ચક્રોને વિગતવાર જાણવા માટે ચક્ર અને કુંડલિની જાગૃતિ અંગે અભ્યાસ કરી શકાય. 

જાણો શક્તિશાળી અને પ્રખ્યાત બનવા માટે તમારા સૂર્ય નાડી ચક્રને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય 2 - image











- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર

Instagram: @healer_mitali

આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ

Tags :