Get The App

જાણો જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ સાથેની જીવનની ચક્રીય પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતાં સ્વાધિષ્ઠાન ચક્ર વિશે

Updated: Apr 28th, 2022

GS TEAM

Google News
Google News
જાણો જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ સાથેની જીવનની ચક્રીય પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતાં સ્વાધિષ્ઠાન ચક્ર વિશે 1 - image


- અતિ ઉર્જાવાન સક્રલ ચક્ર વ્યક્તિને ચાલાક, ઝનૂની, અતિ સંવેદનશીલ, સેક્સ એડિક્ટ તથા સત્તા કે સામર્થ્યની ભૂખી બનાવે છે

અમદાવાદ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

સ્વાધિષ્ઠાન ચક્ર કે સક્રલ ચક્ર એ આપણાં શરીરમાં રહેલી ચક્ર પ્રણાલીનું બીજું મહત્વનું ચક્ર છે. નાભિની 2 ઈંચ નીચે આવેલા આ પવિત્ર ચક્રની શક્તિનો રંગ નારંગી છે અને તેનો સિદ્ધ મંત્ર 'વમ' છે. સ્વાધિષ્ઠાન ચક્રનું તત્વ સ્વાદની ભાવના સાથેનું પાણી છે. 

સક્રલ ચક્ર જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ સાથેની જીવનની ચક્રીય પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને સર્જનાત્મકતા તથા જીવનના આનંદમાંથી ઉર્જાની પ્રાપ્તિ થાય છે. 

સ્વાધિષ્ઠાન ચક્ર દ્વારા આપણાં જનનાંગો અને મૂત્ર પ્રણાલીનું સંચાલન થાય છે. વ્યક્તિની ભાવનાત્મક ઓળખ, જીવનનો આનંદ, આત્મીયતા, ઉત્સાહ અને સર્જનાત્મકતા આ ચક્રને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. 

જ્યારે સ્વાધિષ્ઠાન ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે તે વ્યક્તિને શરમાળ, દોષિત, ખોવાયેલી, અન્ય લોકો શું વિચારશે તે માટે વધુ પડતી ચિંતિત અને ઈન્ટરેક્ટ કરવામાં ભયભીત બનાવે છે. જ્યારે અતિ ઉર્જાવાન ચક્ર વ્યક્તિને ચાલાક, ઝનૂની, અતિ સંવેદનશીલ, સેક્સ એડિક્ટ તથા સત્તા કે સામર્થ્યની ભૂખી બનાવે છે. 

તંદુરસ્ત સક્રલ ચક્ર ધરાવતી વ્યક્તિ તામસી, મૈત્રીપૂર્ણ, જાતીય જીવનમાં પરિપૂર્ણ, હંમેશા ખુશમિજાજી અને સારા મિજાજની હોય છે. અપરાધભાવના કારણે આ ચક્ર અવરોધિત થાય છે. 

સક્રલ ચક્ર આત્મ સંતુષ્ટિ અને ઉર્જાવાન અનુભૂતિ કરાવે છે. વ્યક્તિ પોતાની પસંદગી કે ઝનૂનને જેટલો વધારે સમય આપે તેટલું જ સ્વાધિષ્ઠાન ચક્ર વધારે સ્વસ્થ બને છે.

સક્રલ ચક્રમાં અસંતુલન સર્જાવાના કારણે નીચે મુજબની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે:

- કિડની અને મૂત્રાશયની સમસ્યા 

- મૂત્ર માર્ગમાં ચેપ

- પ્રોસ્ટેટ સંબંધી સમસ્યાઓ

- લીવર અને પેટના નીચેના હિસ્સા સંબંધી સમસ્યા

- PCOS, PCOD, PMS જેવી સમસ્યાઓ

- પ્રજનન સંબંધી સમસ્યાઓ

- જાતીય તકલીફો (નપુંસકતા, ઈરેક્ટાઈલ ડિસફંક્શન) વગેરે.

સ્વાધિષ્ઠાન ચક્રને સ્વસ્થ રાખવા માટે નીચે મુજબના પ્રયોગો કરી શકાયઃ

હીલિંગ પ્રેક્ટિસ (Healing Practice):

- સ્નાન અથવા તરવું

- લવચીકતામાં સુધારો

- ડાન્સ

- જીવનનો આનંદ માણવો

- લાગણીઓનો અનુભવ કરવો

બ્રિથિંગ પ્રેક્ટિસ (Breathing Practice):

- નાક વડે બને તેટલો ઊંડો શ્વાસ લો

ભોજન (Food):

- પ્રવાહી (પાણી, જ્યુસ)

ઔષધિઓ (Herbs):

- પપૈયા

- વિટામિન C, E, Aનું સેવન

એસેન્શિયલ ઓઈલ્સ (Essential oils): 

- બર્ગામોટ (Bergamot)

- નારંગી

- લેમન ગ્રાસ

અભિકથન (Affirmations):

- હું શાંતિમાં છું.

- હું સર્જનાત્મક અને અનુકૂલનશીલ છું.

- લાગણીઓ મારા આત્માની ભાષા છે.

- હું જીવનનો આનંદ માણવા માટે સક્ષમ છું.

જાણો જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ સાથેની જીવનની ચક્રીય પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતાં સ્વાધિષ્ઠાન ચક્ર વિશે 2 - image


નારંગી રંગ + વમ (VAM) મંત્ર + વરુણ મુદ્રા = સ્વસ્થ સક્રલ ચક્ર






તમારા અભિકથનોનું સુખદ વિઝ્યુઅલાઈઝેશન સાથે ઉચ્ચારણ કરવાથી તથા તેને લખવાથી ચમત્કારિક પરિણામ મળશે.  21 દિવસ સુધી ચક્ર હીલિંગ માટેની પ્રેક્ટિસ કરવાથી તંદુરસ્ત ચક્રના નિર્માણમાં અસરકારક પરિણામ જોવા મળશે. જો તમે કોઈ પણ ઉપરોક્ત સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ચક્ર વિશે વિગતથી સમજો. સ્વસ્થ ચક્રો એ આપણા સ્વસ્થ જીવનનો પાયો છે. 

- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર

Instagram: @healer_mitali

આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ

વ્યક્તિને કેન્દ્રિત, સ્વતંત્ર અને જીવંત રાખનારા 'મૂલાધાર ચક્ર'માં સર્જાયેલા અસંતુલનને સમજીને આ રીતે કરો દૂર

Tags :