વ્યક્તિને કેન્દ્રિત, સ્વતંત્ર અને જીવંત રાખનારા 'મૂલાધાર ચક્ર'માં સર્જાયેલા અસંતુલનને સમજીને આ રીતે કરો દૂર
- મૂલાધાર ચક્રમાં અસંતુલન સર્જાવાના કારણે લો બ્લડ પ્રેશર, એનિમિયા, સંગ્રહણી, સાઈટિકા સહિતની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ થઈ શકે છે
અમદાવાદ, તા. 24 એપ્રિલ 2022, રવિવાર
માનવ શરીરમાં રહેલી ચક્ર પ્રણાલીમાં આશરે 114 જેલા ચક્રો કે ઉર્જા કેન્દ્ર આવેલાં છે જે પૈકીના 7 સૌથી અગત્યના છે. આ પ્રણાલીના પ્રથમ ચક્રને મૂળ ચક્ર કે મૂલાધાર ચક્ર કહે છે જે કરોડરજ્જુના નીચેના છેડે આવેલું છે. પોતાના નામ પ્રમાણે જ તે વ્યક્તિત્વનો મૂળ આધાર છે. આ ચક્ર અનુજીવન (સર્વાઈવલ), સ્થિરતા, સુરક્ષા અને સંવેદના સાથે સંકળાયેલું છે.
મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ અને વિવિધ ગંધ અંગેની ચેતના દ્વારા સૌથી વધારે શક્તિ પ્રાપ્ત કરે છે. તે કરોડરજ્જુ, મૂત્રાશય, કિડની, પગ અને પગના તળિયા ઉપરાંત સમગ્ર પ્રજનન તંત્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મૂળ ચક્ર વ્યક્તિને સમજદાર બનાવે છે અને તેના શારીરિક કદને જાળવી રાખે છે.
મૂલાધાર ચક્રની ઉર્જા દ્વારા આત્મ સંરક્ષણ અને 'સ્વત્વ'ની ઓળખનું સર્જન થાય છે. મૂળ ચક્ર વ્યક્તિને કેન્દ્રિત, સ્વતંત્ર અને જીવંત રાખે છે. જોકે કોઈ પણ પ્રકારના ડર-ભયની લાગણીના કારણે આ ચક્ર અવરોધિત બને છે. મૂલાધાર ચક્ર મુખ્યત્વે અસ્તિત્વ ટકાવી રાખવા સંબંધી ડર અને માતા-પિતા સાથેના પ્રતિકૂળ સંબંધોના કારણે પ્રભાવિત થાય છે.
મૂલાધાર ચક્રમાં અસંતુલન સર્જાવાના કારણે નીચે પ્રમાણેની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છેઃ
- લો બ્લડ પ્રેશર
- એનિમિયા
- રક્ત સંબંધિત વિકૃતિઓ
- મોટા આંતરડા સાથે સંબંધિત સમસ્યાઓ
- સંગ્રહણી (પેટ સંબંધિત સમસ્યાઓ/ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ)
- કમરના નીચેના ભાગમાં દુખાવો
- સાઈટિકા
- વેરિકોસ વેઈન્સ (પગની નસો ફુલાવી)
- સાંધા, હાડકાં, પગના સ્નાયુઓ, ઘૂંટણ, પગના તળિયામાં દુખાવો કે સમસ્યા
- કિડની સાથે સંબંધિત સમસ્યા
- સ્થૂળતા/ઓછું વજન/ભોજન સંબંધી વિકૃતિઓ (ઈટિન્ગ ડિસઓર્ડર)
મૂળ ચક્રમાં અવરોધ કે અસંતુલનની સમસ્યાના નિરાકરણ માટે નીચે પ્રમાણેના પ્રયોગો અપનાવી શકાયઃ
હીલિંગ પ્રેક્ટિસ (Healing Practice):
- ઘાંસ કે રેતી પર ખુલ્લા પગે ચાલવું
- આઉટડોર રમતો રમવી
બ્રિથિંગ પ્રેક્ટિસ (Breathing Practice):
- ઉંડા શ્વાસ( નાક વડે શ્વાસ લઈને મોઢા વડે બહાર કાઢવો)
ભોજન (Food):
- પ્રોટીનયુક્ત આહાર લેવો
ઔષધિઓ (Herbs):
- લવિંગ
- મરી
- જિનસેંગ (Ginseng) એટલે કે, એક ઔષધિય છોડના મૂળ
એસેન્શિયલ ઓઈલ્સ (Essential oils):
- ચંદન (Sandalwood)
- દેવદાર (Cedarwood)
- તજ (Cinnamon)
સ્ફટિકો (Crystals):
- રૂબિ (Ruby)
-બ્લડસ્ટોન (Bloodstone)
- રેડ ટાઈગર્સ આઈ (Red tiger’s eye)
- સ્મોકી ક્વાર્ટ્ઝ (Smokey Quartz)
- બ્લેક ટુર્માલાઈન (Black tourmaline)
અભિકથન (Affirmations):
- મને મારી જાત પર વિશ્વાસ છે.
- હું સુરક્ષિત અને સંરક્ષિત છું.
- મારી પાસે પૂરતું છે, હું પૂરતું જાણું છું, હું જેવો/જેવી છું તે પૂરતું છે.
- મારૂં અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી એવા તમામ સંસાધનો મારા પાસે છે.
મૂલાધાર ચક્રને વધારે શક્તિશાળી બનાવવા માટે નીચે પ્રમાણેના પ્રયોગો અપનાવી શકાયઃ
- ભોજનમાં પ્રોટીન અને ઔષધિઓ/જડીબુટ્ટીઓનો સમાવેશ કરવો
- એરોમાથેરાપી મેળવાવ માટે અગરબત્તી અને સુગંધિત તેલનો ઉપયોગ કરવો
- શારીરિક પ્રવૃત્તિઓ કરવી
- ક્રિસ્ટલને ઘરેણાં તરીકે ધારણ કરવો અથવા હાથમાં રાખવો
- લાલ રંગના વિઝ્યુઅલાઈઝિંગ સાથે જ્ઞાન મુદ્રામાં 'રામ' મંત્રનો જાપ કરવો
- તમારા જે અભિકથનો (Affirmations) હોય તેને લખવા, બોલવા અને વિઝ્યુલાઈઝ કરવા એટલે કે, તેની કલ્પના કરવી
ચક્ર વિશે વિગતે સમજવા માટે, તમારી સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે તમે એક્સપર્ટનું માર્ગદર્શન મેળવી શકો છો.
- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર
Instagram: @healer_mitali
આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ બનો પોઝિટિવ, રહો પોઝિટિવ: ચક્ર બેલેન્સ કેવી રીતે થાય?