Get The App

રસોડામાં ગેસના ચૂલા પાસે ભૂલથી પણ ન રાખો આ 3 વસ્તુઓ, ઘરમાં વધી શકે છે આર્થિક તંગી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
રસોડામાં ગેસના ચૂલા પાસે ભૂલથી પણ ન રાખો આ 3 વસ્તુઓ, ઘરમાં વધી શકે છે આર્થિક તંગી 1 - image

Kitchen Vastu tips: શાસ્ત્રોમાં રસોડાને ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે, કારણ કે અહીંથી જ આખા પરિવારને સારી તંદુરસ્તી અને ઊર્જા મળે છે. રસોડામાં રહેલા ગેસના ચૂલાને અગ્નિ દેવનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનો સીધો સંબંધ આપણી પ્રગતિ તેમજ ઘરની તિજોરી સાથે જોડાયેલો છે. ઘણીવાર આપણે અજાણતાં જ ચૂલાની આસપાસ એવી વસ્તુઓ રાખી દઈએ છીએ અથવા ખોટી દિશામાં મોં રાખીને રસોઈ બનાવીએ છીએ, જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઊભો થાય છે. ચાલો જાણીએ રસોડા સાથે જોડાયેલા વાસ્તુશાસ્ત્રના કેટલાક જરૂરી નિયમો વિશે.

ચૂલાની નજીકથી આ 3 વસ્તુઓ તરત જ હટાવો

પાણીનો સિંક, માટલું કે બોટલ (અગ્નિ અને પાણીની દુશ્મની): ગેસના ચૂલાની બિલકુલ નજીક કે તેની બરાબર સામે વાસણ ધોવાનો સિંક, પાણીનું માટલું, વોટર ફિલ્ટર કે પાણીની બોટલો ક્યારેય ન રાખવી જોઈએ. અગ્નિ અને પાણી એકબીજાના વિરોધી તત્ત્વો હોવાથી જ્યારે તેઓ પાસપાસે હોય છે, ત્યારે ઘરમાં અશાંતિ અને કલહ વધે છે તેમજ કમાયેલા પૈસા બીમારીઓમાં ખર્ચાઈ જાય છે. જો રસોડું નાનું હોય, તો ઉપાય તરીકે ચૂલા અને સિંક વચ્ચે લાકડાનું નાનું બોર્ડ કે પાર્ટિશન મૂકી શકાય.

ડસ્ટબિન, સાવરણી કે ગંદા કપડાં

ઘણા લોકો પોતાની સરળતા માટે ગેસના ચૂલાની બિલકુલ નીચે કે બાજુમાં કચરાટોપલી (ડસ્ટબિન) રાખે છે અથવા સફાઈ કર્યા પછી સાવરણી કે ગંદુ પોતું ત્યાં જ છોડી દે છે. ચૂલો એ સ્થાન છે જ્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે, જ્યારે ડસ્ટબિન અને સાવરણી નકારાત્મક ઊર્જાના પ્રતીક છે. ચૂલા પાસે ગંદકી રાખવાથી ઘરમાં બરકત રહેતી નથી. માટે ડસ્ટબિનને હંમેશા ઢાંકીને ચૂલાથી દૂર રાખવું અને સાવરણીને પણ નજર ન પડે તે રીતે છુપાવીને રાખવી.

મિક્સર ગ્રાઇન્ડર

વાસ્તુ અનુસાર મિક્સર ગ્રાઇન્ડરને ગેસના ચૂલાની બિલકુલ નજીક ન રાખવું જોઈએ. ગેસના ચૂલા અને મિક્સર વચ્ચે ઓછામાં ઓછું 2થી 3 ફૂટનું અંતર હોવું જરૂરી છે, નહિતર ઘરમાં માનસિક તણાવ વધે છે. મિક્સર, માઇક્રોવેવ કે ઓવન જેવા વીજળીથી ચાલતા ઉપકરણોને રસોડાના દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવા સૌથી શુભ માનવામાં આવે છે.

રસોડું અને ચૂલો ક્યાં હોવો જોઈએ?

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્ત્વ છે. જો રસોડું કે ચૂલો ખોટી દિશામાં હોય તો તે ઘરના મુખ્ય વ્યક્તિની પ્રગતિ અટકાવી શકે છે. ઘરમાં રસોડું હંમેશા આગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ, કારણ કે આ દિશા અગ્નિ દેવની ગણાય છે. જો ત્યાં શક્ય ન હોય, તો ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે.

રસોઈ બનાવતી વખતે રસોઈ કરનાર વ્યક્તિનું મોં હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જો કે, ગેસના ચૂલાને ક્યારેય ઉત્તર દિશામાં ન રાખવો જોઈએ. ઉત્તર દિશા એ ધનના દેવતા કુબેરની દિશા છે અને આ દિશામાં અગ્નિ પ્રગટાવવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, 3 રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

ઘરમાં બરકત અને સુખ-શાંતિ લાવવાના 3 સરળ નિયમો

રાત્રે એંઠા વાસણ ન છોડો: રાત્રે સૂતા પહેલાં સિંકના બધા જ વાસણો ધોઈ લેવા જોઈએ અને ગેસના ચૂલાને સાફ કરીને જ સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર, રાત્રિના સમયે સ્વચ્છ રસોડામાં જ લક્ષ્મીજીનું આગમન થાય છે.

તવાને હંમેશા છુપાવીને રાખો: રસોઈ બની ગયા પછી ક્યારેય પણ તવા કે કડાઈને ચૂલાની ઉપર એમ જ ન છોડી દેવા. તેને બરાબર ધોઈને કબાટની અંદર રાખવા જોઈએ. આ ઉપરાંત, તવાને ક્યારેય પણ ઊંધો કરીને ન મૂકવો જોઈએ.

પહેલી રોટલી ગાયની: સવારે જ્યારે પણ પહેલીવાર રસોઈ બનાવો, ત્યારે સૌથી પહેલી રોટલી હંમેશા ગાય માટે નિકાળવી જોઈએ. આ પરંપરાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ ખુશહાલી આવે છે.