Astro

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, 3 રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

By GS Team
30 May 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રમાં માયાવી અને રહસ્યમય ગણાતો ગ્રહ રાહુ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે, ત્યારે માનવજીવનમાં અચાનક અને મોટા ફેરફારો જોવા મળે છે. આગામી 31 મેના રોજ રાહુ દેવ શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે શતભિષા એ રાહુનું પોતાનું જ નક્ષત્ર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, 3 રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Rahu Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં માયાવી અને રહસ્યમય ગણાતો ગ્રહ રાહુ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે, ત્યારે માનવજીવનમાં અચાનક અને મોટા ફેરફારો જોવા મળે છે. આગામી 31 મેના રોજ રાહુ દેવ શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે શતભિષા એ રાહુનું પોતાનું જ નક્ષત્ર છે. પોતાના નક્ષત્રના પ્રથમ ચરણમાં આવવાને કારણે રાહુની શક્તિ બમણી થઈ જશે. વૈદિક જ્યોતિષ અનુસાર, રાહુનું આ નક્ષત્ર પરિવર્તન દેશ-દુનિયા સહિત તમામ 12 રાશિઓ પર ઊંડી અસર છોડશે, પરંતુ 3 ભાગ્યશાળી રાશિઓ એવી છે જેમને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

1. મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર ખૂબ જ ફળદાયી સાબિત થવાનું છે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામો અચાનક ઝડપ પકડશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળવાની સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે નફાના નવા માર્ગો ખુલશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને લાંબા સમયથી ફસાયેલા નાણાં અચાનક પરત મળી શકે છે.

2. મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકો માટે રાહુનું શતભિષા નક્ષત્રમાં આવવું તેમના સાહસ અને પ્રભાવમાં વધારો કરનારું સાબિત થશે. તમે તમારી વાકચતુરાઈ અને બુદ્ધિના જોરે સમાજ અને કાર્યસ્થળ પર એક અલગ ઓળખ બનાવશો. શત્રુઓ પર વિજય મળશે. પરિવારમાં ચાલી રહેલા જૂના વિવાદોનો અંત આવશે અને ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.

આ પણ વાંચો : અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનને અડફેટે લીધા, 5ના મોત, 34 ઈજાગ્રસ્ત

3. કુંભ રાશિ (Aquarius)

અચાનક થશે મોટો ગુપ્ત ધનલાભ થશે. શતભિષા નક્ષત્ર કુંભ રાશિની અંતર્ગત જ આવે છે, તેથી આ ગોચરની સૌથી સીધી અને મોટી સકારાત્મક અસર કુંભ રાશિના જાતકો પર જોવા મળશે. શેરબજાર, લોટરી કે પૈતૃક સંપત્તિ દ્વારા અચાનક મોટો ગુપ્ત ધનલાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે. જે લોકો લાંબા સમયથી વિદેશ જવા અથવા ત્યાં બિઝનેસ સેટ કરવાની યોજના બનાવી રહ્યા હતા, તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે.

રાહુના અશુભ પ્રભાવથી બચવાના અચૂક મહાઉપાય

જો તમારી કુંડળીમાં રાહુ નબળી સ્થિતિમાં હોય અથવા આ ગોચર દરમિયાન માનસિક તણાવ કે ભ્રમની સ્થિતિ અનુભવાય, તો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ સરળ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.

દુર્ગા ચાલીસાના પાઠ: રાહુ દેવને શાંત કરવા માટે મા દુર્ગાની આરાધના સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નિયમિત રીતે દુર્ગા ચાલીસાના પાઠ કરવાથી જીવનની અનિશ્ચિતતાઓ દૂર થાય છે.

પક્ષીઓને ચણ: રોજ સવારે પક્ષીઓને સાત પ્રકારનું અનાજ ખવડાવવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ ધીમે-ધીમે સમાપ્ત થાય છે અને પ્રગતિના દ્વાર ખુલે છે.

ભૈરવ બાબાની પૂજા અને કાળા કૂતરાને રોટલી: શનિવારે ભગવાન ભૈરવના મંદિરે જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે જ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી રાહુ દોષમાંથી તુરંત રાહત મળે છે.