Guru Gochar 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ ગ્રહ એક ચોક્કસ સમય પછી રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની 12 રાશિ પર અસર પડે છે. દેવગુરુ ગ્રહની રાશિ અને નક્ષત્ર પરિવર્તનનું શાસ્ત્રોમાં ખાસ મહત્ત્વ રહેલું છે. ગુરુ ગ્રહને જ્ઞાન, ધર્મ, ભાગ્ય અને શુભતાનો કારક માનવામાં આવે છે.
ગુરુ ગ્રહ લગભગ એક વર્ષ બાદ તેમની રાશિ પરિવર્તન કરે છે અને લગભગ 30 દિવસ સુધી એક નક્ષત્રમાં રહે છે. વૈદિક પંચાંગ પ્રમાણે 28 જૂન એટલે કે, આવતી કાલે ગુરુ ગ્રહ બપોરે 2.46 કલાક પછી આદ્રા નક્ષત્રના પ્રથમ પદમાંથી નીકળીને બીજા પદમાં ગોચર કરેશે. ગુરુ ગ્રહ આ સ્થિતિમાં 13 જૂલાઈ સુધી રહેવાના છે. આદ્રા નક્ષત્રના સ્વામી રાહુ છે. તેથી આવો જાણીએ કે ગુરુની કૃપાથી કઈ ત્રણ રાશિઓના ભાગ્ય ચમકવાના છે.
આ પણ વાંચો: Rath Yatra 2025: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો
સિંહ રાશિ
ગુરુ ગ્રહનું આ પરિવર્તન સિંહ રાશિવાળાઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. ખુશીઓ તમારા દરવાજા પર ખટખટાવશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. વેપારમાં કોઈ મોટો સોદો થઈ શકે છે.
ધન રાશિ
ધન રાશિવાળાઓ માટે આ પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે. તમારા ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે. નોકરી કરતાં લોકોને નવી તક મળી શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે.
આ પણ વાંચો: શનિના નક્ષત્રમાં બુધની એન્ટ્રી, આગામી 10 દિવસ આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી!
કર્ક રાશિ
કર્ક રાશિને ગુરુની પ્રિય રાશિ માનવામાં આવે છે. ત્યારે ગુરુનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના લોકોને ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. તમને ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવકમાં વધારો થવાનો યોગ છે. પરિવાર સાથે સંપૂર્ણ સમય વિતાવશો.


