| AI IMAGE |
Guru Gochar 2026 in Cancer: આગામી 2 જૂન 2026 ના રોજ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ, કર્ક રાશિ એ ગુરુની ઉચ્ચ રાશિ છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે, ત્યારે તે સૌથી વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બને છે. ગુરુનું આ શક્તિશાળી ગોચર કેટલાક માટે પ્રગતિના દ્વાર ખોલશે, તો કેટલીક રાશિઓ માટે પડકારો લઈને આવશે.
મેષ રાશિ
ગુરુનું આ ગોચર તમારી રાશિથી ચોથા ભાવમાં થશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. માતાના સ્વાસ્થ્ય પાછળ અથવા ઘરના સમારકામ પાછળ ખર્ચ વધવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પણ અણધાર્યા ફેરફારો થઈ શકે છે, તેથી ધીરજ જાળવી રાખવી.
મિથુન રાશિ
બૃહસ્પતિ તમારી રાશિમાંથી બહાર નીકળીને બીજા ભાવમાં પ્રવેશ કરશે. આર્થિક મોરચે તમારે વધુ સજાગ રહેવું પડશે. ધન સંચય (બચત) કરવામાં મુશ્કેલીઓ નડી શકે છે. તમારી વાણીના કારણે પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે. બિનજરૂરી અને ખોટાખર્ચા પર તાત્કાલિક લગામ લગાવો.
તુલા રાશિ
ગુરુનું ગોચર તમારી રાશિથી દસમા ભાવમાં થવા જઈ રહ્યું છે. કરિયર અને બિઝનેસના ક્ષેત્રમાં અચાનક કોઈ મોટો ફેરફાર અથવા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ શકે છે. નોકરી કે વ્યવસાયના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ (બોસ) સાથે તાલમેલ બગાડવો નહીં અને કામમાં ઉતાવળ ન કરવી.
કુંભ રાશિ
તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગુરુનું આ ભ્રમણ થશે. આ ગોચર સ્વાસ્થ્ય અને શત્રુઓ સાથે જોડાયેલી સમસ્યાઓ વધારી શકે છે. ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. કાનૂની બાબતો અને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી ન દાખવવી.


