Get The App

વસંત પંચમીના દિવસે બુધ નક્ષત્ર પરિવર્તન, 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
વસંત પંચમીના દિવસે બુધ નક્ષત્ર પરિવર્તન, 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે 1 - image


Vasant Panchami: આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરીએ ઉજવાશે. આ દિવસે માં સરસ્વતીની આરાધના કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનો આશીર્વાદ મળે છે. વસંત પંચમીએ ઘણા બધા શુભ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે ગુરુ ચંદ્ર ચતુર્થ ભાવ કર્કમાં બિરાજમાન થશે. જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. આ યોગના જાતકોને ધન પ્રાપ્તિના અવસર વધશે. 

બુધ શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે

ઉપરાંત વસંત પંચમીના દિવસે બુધ નક્ષત્ર પરિવર્તન પણ થશે. જે 23 જાન્યુઆરીની સવારે 10 વાગ્યે અને 27 મિનિટે બુધ શ્રવણ નક્ષત્રમાં ગોચર એટલે કે પ્રવેશ કરશે. આ પરિવર્તનથી 4 રાશિવાળાનું નસીબ ચમકી ઉઠશે. તેમણે આર્થિક સાથે સ્વાસ્થ્ય અને પારિવારિક ક્ષેત્રે પણ સારા લાભ મળશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે બુધ નક્ષત્ર પરિવર્તન સારા દિવસો લઈને આવશે. પૈસાની બાબતોમાં ફાયદો થશે. તેના સિવાય ધંધા-રોજગારમાં પણ નવા અવસર મળશે. વેપારમાં નફો વધુ મળશે, સારા આરોગ્યનો પણ સાથ મળશે અને ઘર પરિવારમાં ખુશનુમા માહોલ બન્યો રહેશે. 

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને કરિયર અને શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમજ બુધનું નક્ષત્ર પરિવર્તન માનસિક શાંતિ પ્રદાન કરશે. દેવી સરસ્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થશે. 

કન્યા રાશિ

ધન લાભના યોગ બની રહ્યા છે. ધર-પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. માં સરસ્વતીની કૃપાથી  કરિયરમાં સફળતા મળશે, તેની સાથે લાંબા સમયથી અટકેલાં કામ પાર પડશે.

આ પણ વાંચો: શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના જાતકોને ખૂબ જ સાવધ રહેવું, 5મા મહિના સુધી પડકારો ઝીલવા પડશે

મીન રાશિ

બુધ નક્ષત્ર પરિવર્તન મીન રાશિ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. કારોબાર આગળ વધશે, નવા માર્ગ ખુલશે જેથી તેનો વ્યાપ વધારી શકશો. સમાજમાં માન અને સન્માનમાં વૃદ્ધિ થશે. આગળ વધવા માટે ઘણી સુવર્ણ તક સાંપડશે.