Get The App

શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના જાતકોને ખૂબ જ સાવધ રહેવું, 5મા મહિના સુધી પડકારો ઝીલવા પડશે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના જાતકોને ખૂબ જ સાવધ રહેવું, 5મા મહિના સુધી પડકારો ઝીલવા પડશે 1 - image

Shani Nakshatra Parivartan 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને કર્મ, શિસ્ત અને ન્યાયનો પ્રતીક માનવામાં આવે છે. શનિ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે, તેથી તેને 'કર્મફળ દાતા' કહેવામાં આવે છે. શનિની દ્રષ્ટિને ચોક્કસપણે કઠોર માનવામાં આવે છે પરંતુ તે વ્યક્તિને જીવનમાં ધીરજ, સંઘર્ષ અને જવાબદારી નિભાવવાનું શીખવે છે. જ્યારે શનિ અશુભ પ્રભાવ હેઠળ હોય છે ત્યારે જીવનમાં વિલંબ, અવરોધો, માનસિક તણાવ, આર્થિક દબાણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બીજી તરફ શનિની શુભ સ્થિતિ વ્યક્તિને ધીરજ, સંયમ અને અનુભવ સાથે ઊંચાઈઓ સુધી પહોંચાડે છે.

દ્રિક પંચાંગ પ્રમાણે 20 જાન્યુઆરી એટલે કે આજે શનિદેવ ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં પરિવર્તન કરશે. આ નક્ષત્રના સ્વામી સ્વયં શનિ છે, તેથી આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક માનવામાં આવી રહ્યું છે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી બધી રાશિઓ પર સમાન અસર નહીં પડશે. કેટલાક લોકો માટે આ પરિવર્તન રાહત અને નવી આશા લાવશે, તો કેટલાક લોકોને આ સમય દરમિયાન વધુ સાવધ રહેવાની જરૂર છે. તેથી, એ જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ રાશિઓ પર શનિની નકારાત્મક અસર પડશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન  થોડો સાવધાનીનો સમય લાવી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આર્થિક મામલે ઉતાર-ચઢાવ રહેશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. નાની-નાની બાબતો પર દલીલો અને તણાવની સ્થિતિ પણ બની શકે છે. કોઈપણ ઉતાવળિયો નિર્ણય નુકસાન અપાવી શકે છે, તેથી કોઈપણ નવા કામની શરૂઆત કરતા પહેલા સમજી-વિચારીને પગલું ભરવું અને અનુભવી લોકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને આ પરિવર્તનના કારણે થોડા સમય સુધી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કામકાજ સબંધિત પડકાર વધી શકે છે. પૈસા સબંધિત મામલે દબાણ અનુભવાશે. જે કામ લાંબા સમયથી અટકેલા છે તે ચિંતાનું કારણ બની શકે છે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં વધુ જવાબદારીઓ અથવા વિરોધનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને અવગણવું ભારે પડી શકે છે, તેથી દિનચર્યા અને ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ

ધન રાશિ

ધનુ રાશિના જાતકો માટે આ સમય સાવધાની પૂર્વક ચાલવાનો સંકેત આપી રહ્યો છે. સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા થાક અનુભવાય શકે છે. અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, જે તમારા બજેટને ખોરવી શકે છે. વ્યવસાય અથવા રોકાણ સબંધિત નિર્ણયોમાં ઉતાવળ કરવી નુકસાનકારક અપાવી શકે છે. તેથી, આ સમય દરમિયાન ધીરજ અને સમજી વિચારીને પગલું ભરવું.