Get The App

હોલિકા દહન 2026: જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ભદ્રાકાળનો સમય

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
હોલિકા દહન 2026: જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ભદ્રાકાળનો સમય 1 - image

Holika Dahan Muhurta 2026: દેશભરમાં આજે(2 માર્ચ, 2026) હોલિકા દહન કરવામાં આવશે. દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે આ પર્વ મનાવવામાં આવે છે. ચંદ્રગ્રહણને લઈને હોલિકા દહનની તિથિને લઈને અસમંજસની સ્થિતિ છે. કેટલીક જગ્યાએ 2 માર્ચે હોલિકા દહન કરાશે તો અમુક સ્થળે 3 માર્ચે. જ્યારે 4 માર્ચના દિવસે રંગોનો તહેવાર ધૂળેટી મનાવવામાં આવશે. ચાલો જાણીએ હોલિકા દહનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ભદ્રાકાળના સમય વિશે.

હોલિકા દહનનું શુભ મુહૂર્ત, ભદ્રાકાળનો સમય

શાસ્ત્રો અનુસાર, હોલિકા દહન ફક્ત તે દિવસે કરવામાં આવે છે જ્યારે પ્રદોષ કાળ દરમિયાન પૂર્ણિમાની તિથિ આવે છે. પરંતુ આવતીકાલે એટલે કે 3 માર્ચે, પ્રદોષ કાળ દરમિયાન પૂર્ણિમાની તિથિ આવતી નથી, તેથી આજે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હોલિકા દહન દરમિયાન ભદ્રા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આજે ભદ્રા આખી રાત રહેશે. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો ભદ્રા આખા સમય માટે સમાપ્ત ન થાય, તો ભદ્રાના શુભ ભાગમાં હોલિકાનું દહન કરી શકાય. તેથી આજે હોલિકા દહનનો શુભ સમય ભદ્રાકાળ દરમિયાન આવે છે.

હોલિકા દહનનું ધાર્મિક મહત્ત્વ

બુરાઈ પર અચ્છાઈનો વિજય: હિન્દુ શાસ્ત્રો અનુસાર, હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો. કારણ કે તે ભગવાન વિષ્ણુનો એક સમર્પિત ભક્ત હતો. જ્યારે હોલિકાએ પ્રહલાદને બાળી નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે વિચાર્યું કે તે સુરક્ષિત રહેશે અને પ્રહલાદ બળી જશે. જેમાં હોલિકાએ પ્રહલાદને ખોળામાં લીધો અને અગ્નિ પર બેસાડે છે. જો કે, હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે. ભગવાન વિષ્ણુ પ્રહલાદનું રક્ષણ કરી રહ્યા હોવાથી તેને કાંઈ થયું ન હતું. આ દિવસને 'બુરાઈ પર અચ્છાઈનો વિજય'ના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે.

નકારાત્મકતાનું દહન: વ્યક્તિએ પોતાનામાં રહેલા અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, નકારાત્મક કર્મ અને પાપોને અગ્નિમાં બાળી દેવા જોઈએ. જેનાથી શરીર, મન અને આત્મા શુદ્ધ થાય છે.

આ પણ વાંચો: હોલિકા દહન સમયે કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો 5 મહત્ત્વના નિયમ

હોલિકા દહન પર ભદ્રાકાળનું મહત્ત્વ

વૈદિક જ્યોતિષ અનુસાર, ભદ્રાને અશુભ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પૂજા કે ધાર્મિક વિધિઓ ન કરવી જોઈએ. ભદ્રાકાળ દરમિયાન હોલિકા દહન કરવાથી અવરોધો અને નકારાત્મક કર્મ આવી શકે છે, તેથી આ સમય દરમિયાન હોલિકાની પૂજા ન કરવી જોઈએ. લોકો આ દિવસને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવે છે, પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવે છે. આ દિવસ ખોટા પર સત્યના વિજયનું સન્માન કરે છે. વિશ્વભરના હિન્દુ સમુદાયો આ તહેવારને ખૂબ જ રંગ અને ઉત્સાહથી ઉજવે છે. આ તહેવાર ભારતમાં રહેતા ન હોય તેવા લોકો દ્વારા પણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવારનો મુખ્ય હેતુ દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને નવી શરૂઆત લાવવાનો છે.

ભદ્રાકાળનો સમય

આજે ભદ્રાકાળ સાંજે 5 કલાક 55 મિનિટ પર થશે અને આવતીકાલે એટલે કે 3 માર્ચના સવારે 5 કલાક 28 મિનિટ સુધી રહેશે. 

હોલિકા દહન મુહૂર્ત 

આજે હોલિકા દહન ભદ્રાકાળમાં કરવામાં આવશે, કારણ કે આખી રાત ભદ્રાનો છાયો રહેશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત ભદ્રા પૂંછમાં 2 માર્ચની મધ્ય રાત્રિ પછી 12 કલાક 50 મિનિટ પર શરૂ થશે અને 2 કલાક 27 મિનિટ સુધી રહેશે.

આ પણ વાંચો: હોળીની રાતે ભૂલથી પણ ન કરતા આ 7 કામ: પરિવારની સુખ-શાંતિ માટે ખાસ રાખો આટલું ધ્યાન

હોલિકા દહન પૂજા વિધિ 

ખુલ્લી જગ્યામાં લાકડા અને ગાયના છાણ એકત્રિત કરીને હોળી બનાવવામાં આવે છે. હોલિકા દહન પૂજા વિધિ કરતી વખતે, સૌપહેલા ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસવું. ભગવાન નરસિંહ અને ભક્ત પ્રહલાદની મનથી પ્રાર્થના કરો. પછી, હોલિકા દહન સ્થળ પર થોડું પાણી રેડો, પાણીમાં થોડું દૂધ અને ઘી ઉમેરવું. ત્યારબાદ ચોખા, ફૂલો અને પૂજાને લગતી અન્ય વસ્તુઓ અર્પણ કરો. કાચા દોરાનો ઉપયોગ કરીને હોલિકાની આસપાસ ત્રણ કે સાત ગોળ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ દરમિયાન પરિવારના સભ્યો સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.