Get The App

હોળીની રાતે ભૂલથી પણ ન કરતા આ 7 કામ: પરિવારની સુખ-શાંતિ માટે ખાસ રાખો આટલું ધ્યાન

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
Holi

Holi 2026: ધાર્મિક માન્યતા અનુસાર હોળીની રાત આધ્યાત્મિક રૂપે સંવેદનશીલ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ સમયે વાતાવરણમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે. એટલાં માટે કેટલાક ન કરવાં જોઈએ, જેથી પરિવારમાં સુખ-શાંતિ રહે અને કોઈપણ પ્રકારનું માનસિક કે સામાજિક નુકસાન થાય. આ મામલે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર પરથી વિશેષ માહિતી મેળવીએ.

આ કામોથી આવશ્યક બચો

1. હોલિકા દહનના દિવસે ઘરમાં ઝઘડો કરવો ન જોઈએ. આ દિવસે ઘરમાં તકરાર કરવામાં આવે તો તહેવારની ભાવના નબળી પડી શકે છે. અનેક વૃદ્ધોનું માનવું છે કે, આ દિવસે કરવામાં આવેલો કંકાસ લાંબા સમય સુધી વ્યક્તિના મનમાં ઘર કરી શકે છે.

2. અપશબ્દ બોલવા કે કોઈનું અપમાન સંબંધમાં તકરાર પેદા કરે છે. ખાસ કરીને બાળકોની સામે બોલવામાં આવેલા ખરાબ શબ્દો તેઓના મન પર અસર કરે છે. એટલા માટે શબ્દોમાં સંયમ રાખવો જોઈએ.

3. ધાર્મિક રીતે આ દિવસને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે માંસ, દારૂ અથવા માદક દ્રવ્યોથી દૂર રહેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ દિવસે ફક્ત ફળો અથવા હળવું ભોજન ખાવાની પરંપરા છે.

4. હોલિકા દહન પહેલાં સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા એ શુભ માનવામાં આવે છે. આ માત્ર એક ધાર્મિક પ્રથા નથી, પરંતુ સ્વચ્છતા અને શિસ્તનો મેસેજ આપે છે. પૂજા મન અને શરીર બંનેની શુદ્ધતા પર ભાર મૂકે છે.

5. ઘણીવાર એવું જોવા મળે છે કે, કેટલાક લોકો હોળીમાં લાકડાંની સાથે પ્લાસ્ટિક કે રબર પણ બાળે છે. આનાથી ઝેરી ધુમાડો નીકળે છે, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે. તહેવાર ઉજવવાનો અર્થ પ્રકૃતિને નુકસાન પહોંચાડવું ન હોવો જોઈએ.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 2થી 8 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

6. હોલિકા દહન દરમિયાન ધૂમાડો અને ભીડ હોવાથી ગર્ભવતી મહિલાએ વધુ ધ્યાન રાખવું જોઈએ અને ત્યાંથી થોડું દૂર રહેવું હિતાવહ છે. ડૉક્ટરનું પણ કહેવું છે કે, ગર્ભવતી મહિલાએ વધુ સમય માટે ધૂમાડાના સંપર્કમાં ન રહેવું અને સાવધાની રાખવી જોઈએ.

7. હોળીના દિવસે વાળ કે નખ કાપવા, એ પણ અશુભ માનવામાં આવે છે.