હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ 1 - image


Hanuman Janmotsav 2024:  રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજીને હિન્દુ ધર્મમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. અઠવાડિયાનો મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભક્તો વિધિ-વિધાનપૂર્વક બજરંગબલીની પૂજા કરે છે. હનુમાનજી વ્યક્તિના તમામ દુ:ખ દર્દ દૂર કરે છે. તેથી જ તેમને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે રામનવમીના છ દિવસ પછી થયો હતો. આ પ્રસંગની યાદમાં દર વર્ષે હનુમાન જન્મોત્સવ ચૈત્ર શુક્લની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. જો કે, હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય રહેશે કારણ કે હજુ પણ તેઓ પૃથ્વી પર ભૌતિક રીતે હાજર છે.

હિંદુ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં આવતી મુશીબતોને દૂર કરી શકાય છે અને બધી સમસ્યાઓનું સમાધાન મળી રહે છે.  ચાલો આજે આપણે તેના ઉપાયો વિશે સમજીએ.

હનુમાન જન્મોત્સવના દિવસે કરો આ ઉપાયો

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો,  તો હનુમાન મંદિરમાં બજરંગબલીની વિશેષ પૂજા કરો. તેમજ એ દરમિયાન સાચા મનથી ચાલીસાનો પાઠ કરો.  હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવી અને તેમા બે લવિંગ મુકી દો. આવું કરવાથી આર્થિક તંગીમાંથી છૂટકારો મળી શકે છે.

હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર 11 કેળામાં એક-એક લગાવીને સંકટ મોચન હનુમાનજીને અર્પણ કરો. આ ઉપરાંત તે લોકોમાં વિતરણ કરો. આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ સમય દરમિયાન બજરંગબલીને સિંદૂર, મીઠુ પાન અને ચોળા અર્પણ કરો. તે પછી તમારા કપાળ પર સિંદૂરનું તિલક કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવે છે. 

હનુમાનજીના જન્મોત્સવના શુભ અવસર પર તમારી શ્રદ્ધા- ભક્તિ મુજબ ભંડારાનું આયોજન કરો. આ પ્રસંગે ગરીબોને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.



Google NewsGoogle News