Get The App

17 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

Updated: Sep 16th, 2018

GS TEAM

Google News
Google News
17 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2018 સોમવાર

મેષ:

આજે ધરોઆઠમ, દુર્વાષ્ટમી, રાધાષ્ટમી છે. કન્યા સંક્રાંતિનો પ્રારંભ થાય છે.ધરોની, રાધાકૃષ્ણની પૂજા-મંત્ર કરવો. સૂર્ય પૂજા મંત્ર જાપ કરવો.

વૃષભ:

 આજે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. બેંકોના કામમાં શેરોના કામમાં ઉતાવળ ન કરવી.

મિથુન:

 અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. નોકર-ચાકર વર્ગની તકલીફના લીધે ચિંતા-બેચેની રહે.

કર્ક:

 માનસિક પરિતાપ ચિંતા-ઉચાટના લીધે કામકાજમાં મન લાગે નહીં. સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે.

સિંહ:

આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કાર્ય કરવામાં સરળતા રહે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

કન્યા:

દિવસના પ્રારંભથી જ માનસિક પરિતાપ-બેચેની અનુભવ્યા કરો. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં.

તુલા:

રાજકીય સરકારી કામમાં કોઇના ભરોસે રહેવું નહીં. ખાતાકીય તપાસમાં ધ્યાન રાખવું. નોકર-ચાકરવર્ગની તકલીફ રહે.

વૃશ્ચિક:

આપના કાર્યમાં સરળતા-સાનુકુળતા જણાય. બેંકના કામમાં વીમા કંપનીના કામમાં શેરોના કામમાં પ્રગતિ જણાય.

ધન:

માનસિક પરિતાપ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય.

મકર:

કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચના લીધે નાણાભીડ અનુભવાય. ધંધામાં ધ્યાન રાખવું.

કુંભ:

નોકરી ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. પત્નીના આરોગ્યની ચિંતા જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.

મીન:

આપના કાર્ય અંગે દોડધામ રહે. મહત્ત્વના કામ અંગેની મિલન-મુલાકાત અંગેનું આયોજન ગોઠવાય. વ્યસ્તતા રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

આપના માટે વર્ષ કઠીન રહેશે. વર્ષ જેમ જેમ પસાર થાય મુશ્કેલી વધતી જાય.

નોકરી ધંધો:

નોકરી ધંધામાં આપની ગણત્રી ધારણાઓ અવળી પડતા આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો થાય.

આરોગ્ય સુખાકારી:

આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે વિશેષ સાવધાની રાખવાની છે. તેમાં પણ વર્ષના પ્રારંભિક છ મહિના વધુ સાવચેતી રાખવી.

નાણાંકીય:

નાણાકીય દ્રષ્ટિએ વર્ષ ઠીક રહ્યું. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જતાં આપની ચિંતામાં વધારો થાય.

પત્ની-સંતાન: 

પત્ની સંતાનના આરોગ્ય અભ્યાસ અંગેની ચિંતા રહ્યા કરે. મનદુઃખ વાદ-વિવાદથી સંભાળવું પડે.

Tags :