Get The App

હોળી પહેલા ચમકશે મિથુન અને કુંભ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય! ધન અને કરિયરમાં લાભના યોગ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
હોળી પહેલા ચમકશે મિથુન અને કુંભ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય! ધન અને કરિયરમાં લાભના યોગ 1 - image

Grah Gochar March 2026: જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ 2026નો માર્ચ મહિનો ખૂબ જ ઉથલ-પાથલ ભર્યો અને મહત્ત્વપૂર્ણ રહેશે.આ મહિનાની શરૂઆત જ એક મોટા ફેરફાર સાથે થવા જઈ રહી છે. 2 માર્ચ 2026ના રોજ એશ્વર્ય અને સુધના દેવતા શુક્ર ગ્રહ કુંભ રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. શુક્રના આ ગોચરથી 'માલવ્ય રાજયોગ'નું નિર્માણ થશે, જેને જ્યોતિષમાં સુખ-સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં આ દરમિયાન કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુની ચતુર્ગ્રહી યુતિ બનશે, જ્યારે બીજી તરફ મીન રાશિમાં શુક્ર અને શનિની જુગલબંધી જોવા મળશે. 15 માર્ચે સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ત્યાં ત્રિગ્રહી યોગ બનશે. 4 માર્ચે હોળીના પર્વ પહેલા ગ્રહોના આ સંયોગથી 4 વિશેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. તો ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે. 

વૃષભ રાશિ

તમારી રાશિના સ્વામી શુક્રનું ઉચ્ચ રાશિમાં ગોચર તમારા માટે 'ગોલ્ડન પીરિયડ'ની શરૂઆત છે. માર્ચમાં તમારી આવકના સ્ત્રોતોમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે. અગિયારમા ભાવમાં સૂર્યની હાજરી વ્યવસાયના વિસ્તરણમાં સહાયક બનશે. તમારી મધુર વાણી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધારશે. તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. 

મિથુન રાશિ

આર્થિક સમૃદ્ધિના મામલે માર્ચ મહિનો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. શુક્ર તમારા કર્મભાવમાં બિરાજમાન છે જે તમારી ક્રિએટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમે કલા, સંગીત, અભિનય અથવા લેખન ક્ષેત્રે સંકળાયેલા છો તો તમને મોટી સિદ્ધિ હાંસલ થઈ શકે છે. જૂના રોકાણોથી તમને અપેક્ષા કરતાં વધુ રિટર્ન મળવાના યોગ છે, જેનાથી તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ રાશિના જાતકોના વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ ગેમ ચેન્જરથી ઓછો નથી. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સુખદ પરિણામ મળશે. અટકેલા પૈસા પાછા મળવાથી આર્થિક તંગી દૂર થશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે, તમે ઘરમાં કોઈ માંગલિક ઉત્સવનો હિસ્સો બની શકો છો. પ્રિયજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. 

આ પણ વાંચો: પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું, જેલમાં બંધ ઈમરાન ખાનને અડધી રાત્રે હોસ્પિટલ ખસેડાયા, વીડિયો વાયરલ

કુંભ રાશિ

માર્ચ મહિનો તમારી ઉર્જા અને આત્મવિશ્વાસને સાતમાં આસમાને લઈ જશે. તમારી રાશિના બીજા ભાવમાં સૂર્ય અને શુક્રનો પ્રભાવ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. કાર્યક્ષેત્ર પર તમારા નેતૃત્વની પ્રશંસા થશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. વિદેશ વેપાર સાથે સંકળાયેલા જાતકોને મોટો નફો થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ મોટો સુધારો જોવા મળશે.