શનિ-બુધ માર્ગી અને રાહુના નક્ષત્ર પરિવર્તનથી બે રાશિના જાતકોને લાગશે 'લોટરી'


Grah Gochar 2025: 28 નવેમ્બરથી શનિ માર્ગી થશે. શનિદેવ 28 નવેમ્બર 2025થી 27 જુલાઈ 2026 સુધી માર્ગી રહેશે. તેના બીજા દિવસે 29 નવેમ્બરના રોજ બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે. આ ઉપરાંત 23 નવેમ્બરના રોજ રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ-બુધનું માર્ગી થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેનાથી તમામ રાશિઓના જીવનમાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે. બીજી તરફ રાહુ 12 વર્ષ પછી પોતાના નક્ષત્ર એટલે કે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે ઘણી રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે.
જ્યોતિષીઓના મતે જ્યારે શનિ, બુધ અને રાહુ એક સાથે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. આ યુતિ રાશિઓના જીવનમાં નકારાત્મક ઉર્જા અને ચિંતા પણ લાવી શકે છે. જો કે, આ સમય દરમિયાન આ યુતિ કેટલીક રાશિઓને સારા પરિણામ આપશે.
વૃષભ રાશિ
શનિ-બુધનું માર્ગી થવું અને રાહુનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટેખૂબ જ ખાસ રહેશે. આ યુતિથી આર્થિક, સામાજિક અને ધન લાભ થશે. વેપારીઓને સારો નફો થશે. કુશળતા અને ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. જાતકોની આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. તમને દૂરથી સારા સમાચાર પણ મળી શકે છે.
વૃષભ રાશિના જાતકોના જીવનમાં સારો ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક યાત્રા પણ શક્ય છે. લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી આગળ વધવા લાગશે. નોકરી બદલવાની, પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટની શરૂઆતની તક પ્રાપ્ત થશે. આર્થિક પક્ષ પણ મજબૂત થતો દેખાઈ રહ્યો છે.
કુંભ રાશિ
શનિ-બુધનું માર્ગી થવું અને રાહુનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. પતિ-પત્નીનું જીવન ખુશહાલ રહેશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. જાતકો માટે સારી જગ્યાએ રોકાણ માટે પણ ખાસ યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સંબંધીઓના આગમનની પણ શક્યતા છે.
કુંભ રાશિના જાતકોના સંબંધોમાં ગેરસમજ દૂર થશે. આ યુતિ નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યક્ષમતાને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યમાં સુધારો અને આર્થિક સ્થિરતાના સંકેતો પણ સ્પષ્ટપણે દેખાય છે. આર્થિક મામલે રાહત અને અચાનક ધન લાભ પણ શક્ય છે.

