ગણપતિ બપ્પાના સ્વાગત અગાઉ ઘરમાંથી હટાવી દો આ અશુભ વસ્તુઓ, રિદ્ધિ-સિદ્ધિની કૃપા વરસશે
Ganesh Chaturthi 2025: રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થીનો તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટ બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ઘર-ઘરમાં ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવશે અને દસ દિવસ સુધી તેમની વિધિવત પૂજા કરવામાં આવશે. આ સાથે જ આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન થશે. આ સમય દરમિયાન ભક્તો પંડાલો, ઘરો અને મંદિરોમાં બપ્પાના સ્વાગતના ભવ્ય આયોજનમાં વ્યસ્ત છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે બપ્પાના સ્વાગત પહેલા ઘરને શુદ્ધ અને સકારાત્મક બનાવવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ જણાવવામાં આવી છે જેને ગણેશ ચતુર્થી પહેલા ઘરમાંથી હટાવી દેવી જોઈએ. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એ ખાસ વસ્તુઓ માટે જેને બપ્પાના સ્વાગત પહેલા ઘરમાંથી હટાવી દેવી જોઈએ.
બંધ પડી ગયેલી ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ખરાબ થઈ ગયેલી કે બંધ પડી ગયેલી ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. તેમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને પરિવારની પ્રગતિને રોકી શકે છે. તેથી ગણેશ ચતુર્થી પહેલા આવી ઘડિયાળનું સમારકામ કરાવો અથવા તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો. કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.
આ પણ વાંચો: આ અદભૂત યોગમાં મનાવાશે ગણેશ ચતુર્થી, પૂજા માટે મળશે ફક્ત આટલો સમય
ખંડિત મૂર્તિ
ઘરમાં ખંડિત કે જૂની મૂર્તિઓ રાખવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે. આ મૂર્તિઓનું સન્માનપૂર્વક વહેતા પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ.
બેકાર અને તૂટેલો સામાન
ઘરમાં તૂટેલી વસ્તુઓ, કાટ લાગેલા વાસણો અથવા લાંબા સમયથી ન વપરાયેલ ફર્નિચર વાસ્તુ દોષને જન્મ આપે છે. તેનાથી ઘરની સકારાત્મક ઉર્જાઓ પ્રભાવિત થાય છે.