Get The App

નવા વર્ષના બીજા દિવસે ગુરુ-ચંદ્ર બનાવશે ગજકેસરી યોગ, 3 રાશિના જાતકોનો આવશે ગોલ્ડન ટાઈમ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
નવા વર્ષના બીજા દિવસે ગુરુ-ચંદ્ર બનાવશે ગજકેસરી યોગ, 3 રાશિના જાતકોનો આવશે ગોલ્ડન ટાઈમ 1 - image

Gajkesari Yog 2026: જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 2026ની શરૂઆત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ઘણા મિત્ર ગ્રહો પરસ્પર યુતિ બનાવશે. જેમાં સૌથી પ્રભાવશાળી ગુરુ અને ચંદ્રની યુતિ છે, જે 2 જાન્યુઆરીએ બનવા જઈ રહી છે. આ યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. ખાસ વાત એ છે કે, આ શુભ યોગ પૂરા 12 વર્ષ પછી મિથુન રાશિમાં બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને બુદ્ધિ, વૈભવ, માન-સન્માન અને આર્થિક પ્રગતિનો પ્રતીક માનવામાં આવે છે. તેનો પ્રભાવથી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો અને ગોલ્ડન દિવસોની શરૂઆત થઈ શકે છે. ચાલો જાણીએ કે, વૃષભ, કન્યા અને કુંભ રાશિ પર તેનો કેવો પ્રભાવ પડશે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ યોગ તમારી કુંડળીમાં ધન અને વાણીના સ્થાન પર બની રહ્યો છે, જે આર્થિક દ્રષ્ટિથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને અગાઉ કરેલા રોકાણોથી સારો લાભ મળવાની સંભાવના છે. વાણીમાં પ્રભાવ વધશે, જેના કારણે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. બિઝનેસ કરતા જાતકો માટે આ સમય ડીલ થવા અને લાભમાં વૃદ્ધિનો સંકેત આપે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. માન-સન્માનમાં વધારો થશે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ ગજકેસરી યોગ દસમા ભાવ અટલે કે, કર્મ અને કરિયરના સ્થાન પર બની રહ્યો છે. આ યોગ કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ અપાવી શકે છે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા ઈચ્છિત ટ્રાન્સફર શક્ય છે. જે જાતકો સરકારી સેવા, મેનેજમેન્ટ અથવા શિક્ષણ સાથે સંકળાયેલા છે તેમને ખાસ લાભ મળી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. સખત મહેનતનું સંપૂર્ણ ફળ મળવાથી આત્મવિશ્વાસ પણ વધશે. આ સમય નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે.

આ પણ વાંચો: Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર!

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ પાંચમા ભાવમાં બની રહ્યો છે, જે બુદ્ધિ, શિક્ષણ, સંતાન અને સર્જનાત્મકતા સાથે સંકળાયેલ છે. આ યોગના પ્રભાવથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો આવી શકે છે. લેખન, કલા, મીડિયા અથવા ટેકનોલોજી જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને ઓળખ અને તકો મળી શકે છે. બાળકો તરફથી સારા સમાચાર મળવાની પણ શક્યતા છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. માનસિક સંતુલન મજબૂત બનશે.