Get The App

શુક્ર બનાવશે ગજલક્ષ્મી યોગ, આ રાશિના જાતકો પર મહાદેવ સાથે માતા લક્ષ્મીની રહેશે કૃપા

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
શુક્ર બનાવશે ગજલક્ષ્મી યોગ, આ રાશિના જાતકો પર મહાદેવ સાથે માતા લક્ષ્મીની રહેશે કૃપા 1 - image

Image: Freepik 



Astrology: 11 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે, જે 9 ઓગસ્ટે પૂર્ણ થશે. શ્રાવણના આ શુભ દિવસોમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે. આ સાથે જ ગ્રહોની દ્રષ્ટિએ પણ શ્રાવણ મહિનો ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે, આ દરમિયાન જુલાઈના અંતમાં એટલે કે, 26 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે. 

વળી, મિથુન રાશિમાં દેવગુરૂ બુધ પણ પહેલાંથી વિરાજમાન છે. જેના કારમે 26 જુલાઈના દિવસે મિથુન રાશિમાં ગુરૂ-શુક્ર યુતિ હશે, જેનાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજલક્ષ્મી રાજયોગ ખૂબ લાભકારી માનવામાં અને શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ શ્રાવણમાં આ યોગથી કઈ રાશિને લાભ થશે. 

આ પણ વાંચોઃ 7 જુલાઈથી આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા-કરિયરમાં મળશે સફળતા, શુક્ર બનાવી રહ્યો છે રાજયોગ

મેષઃ

મેષ રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સહયોગ મળશે અને લાભની સંભાવના વધશે. કામની ચિંતા પણ દૂર થશે. 

વૃષભઃ 

શુક્રના ગજલક્ષ્મી રાજયોગ બનવાથી વૃષભ રાશિના જાતકોને ધન લાભ થવાની સંભાવના છે. વેપારમાં નફો થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. આ સિવાય સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. 

મિથુનઃ 

મિથુન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે. વિદ્યાર્થીઓને સારૂ પરિણામ મળશે. જીવનસાથે સાથેના સંબંધ મજબૂત બનશે. 

આ પણ વાંચોઃ 72 વર્ષ બાદ 4 ગ્રહોની એકસાથે વક્રી, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે

સિંહઃ 

આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. નવી જવાબદારી મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે, જેનાથી પ્રમોશન અને વેતન વૃદ્ધિનો યોગ બનશે. 

તુલાઃ 

સરકારી નોકરીની તૈયાર કરનારા લોકોને સારા સમાચાર મળી શકે છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે અને બિનજરૂરી તણાવથી મુક્તિ મળશે. 

Tags :