વાંચો તમારું 02 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. કામનો ઉકેલ આવતો જાય.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.
કર્ક : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
કન્યા : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કામમાં સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, કંપનીના, શેરોના કામમાં સરળતા જણાય. આનંદ રહે.
ધન : માનસિક-પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા રહે.
મકર : યાત્રા-પ્રવાસ દરમ્યાન નાણાંકીય બાબતોનું ધ્યાન રાખવું, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા થતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા ઓછી થાય.
મીન : આપના કામની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
- અગ્નિદત્ત પદમનાભ