Astro

મુસીબતમાં હોવ તોય ન વેચતા 3 વસ્તુઓ, નહીંતર આર્થિક તંગીમાં ફસાઈ જશો!

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેને ક્યારેય વેચવી જોઈએ નહીં. પછી ભલેને જીવનમાં કેટલી પણ ભયાનક પરિસ્થિતિ આવી જાય તો પણ આ વસ્તુઓ ન વેચવી જોઈએ. આ વસ્તુઓનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ રહેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસીબતમાં હોવ તોય ન વેચતા 3 વસ્તુઓ, નહીંતર આર્થિક તંગીમાં ફસાઈ જશો!

Vishnu Puran: વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેને ક્યારેય વેચવી જોઈએ નહીં. પછી ભલેને જીવનમાં કેટલી પણ ભયાનક પરિસ્થિતિ આવી જાય તો પણ આ વસ્તુઓ ન વેચવી જોઈએ. આ વસ્તુઓનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ વસ્તુઓ વેચવાથી જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે. આ વસ્તુઓને સંભાળીને રાખવી જોઈએ અને તેનું સમ્માન કરવું ખૂબ જ જરુરી માનવામાં આવે છે. 

ગાયનું દૂધ વેચવું અશુભ માનવામાં આવે છે

હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ પૂજનીય માનવામાં આવે  છે. એટલા માટે ગાયને ગૌમાતા પણ કહેવામાં આવે છે. પરંતુ, તેનું દૂધ વેચવુ અશુભ માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે ગાયનું દૂધ માત્ર તેના વાછરડાં માટે જ હોવું જોઈએ. પરંતુ, લોકો નફો કરવા માટે વેચે છે, જે સૌથી મોટુ પાપ માનવામાં આવે છે. જોકે, કેટલાક લોકો દૂધ અને દૂધ સાથે જોડાયેલ વસ્તુઓનો  વેપાર કરે છે. તેવા લોકોએ તેમાથી કમાયેલું ધન ધાર્મિક કાર્યોમાં વાપરવું જોઈએ. 

ગોળ વેચવો પણ અશુભ માનવામાં આવે છે

બીજી વસ્તુ છે ગોળ. ગોળને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એટલે ગોળ વેચવો પણ અશુભ માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ જરુરીયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર ગોળ માંગવા આવે છે તો તેને ખુશ થઈને ગોળનું દાન કરવું જોઈએ. 

આ પણ વાંચો : અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

સરસિયાનું તેલ વેચવું પણ અશુભ માનવામાં આવે છે

આ ઉપરાંત સરસિયાનું તેલ પણ બજારમાં ન વેચવું જોઈએ. આવું કરવુ પણ અશુભ માનવામાં આવે છે, અને તેના કારણે ઘરમાં સુખ - શાંતિ ચાલી જાય છે.