દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનો અદભૂત સંયોગ, જાણો સોનું-ચાંદી ખરીદવાના શુભ મુહૂર્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Jewellery Property Buying Pushya Nakshatra Muhurat: પુષ્ય નક્ષત્ર દર મહિને આવે છે, પરંતુ દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રને ખાસ શુભ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 14 અને 15 ઓક્ટોબર 2025 ના રોજ આવવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્ર રોકાણ, મિલકત, વાહન, સોના-ચાંદી અને ખાતાવહીને ફરીથી નવું સ્વરુપ આપવા અત્યંત લાભદાયી સમય છે. આ જ કારણે લોકો દિવાળીની ખરીદવાની શરુઆત કરવા આ નક્ષત્રની રાહ જોતા હોય છે. તેને લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે પણ એક શુભ પ્રસંગ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, આ વર્ષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનો અદ્ભુત સંયોગ ક્યારે બની રહ્યો છે, જેમાં સોના-ચાંદી અને મિલકત ખરીદી શકાય છે.
આ પણ વાંચો: આપણી રાશિ સાવ ખોટી છે? સમયાંતરે નક્ષત્રોનું સ્થાન પણ બદલાઈ ગયું હોવાનો વિજ્ઞાનીઓનો દાવો
પુષ્ય નક્ષત્ર 2025 સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત
14 ઓક્ટોબર 2025- સવારે 11.54 થી આખી રાત સુધી
15 ઓક્ટોબર 2025 - સવારે 06.22 થી બપોરે 12.00 વાગ્યા સુધી
પુષ્ય નક્ષત્રમાં શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત)
સવારે 11.54 થી બપોરે 01.33 વાગ્યા સુધી
બપોરનું મુહૂર્ત (શુભ)
બપોરે 03.00 થી 04.26 વાગ્યા સુધી
સાંજનું મુહૂર્ત (લાભ)
સાંજે 07.26 થી 09.00 વાગ્યા સુધી
રાત્રિનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર)
રાત્રે 10.33 થી સવારે 03.14 વાગ્યા સુધી (15 ઓક્ટોબર)
આ પણ વાંચો: 17 સપ્ટેમ્બરે ઇન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો ઉપાય અને શુભ મુહૂર્ત
દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ
દિવાળીથી થોડા દિવસો પહેલા આવનારું આ નક્ષત્ર ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે સમયે સોનું અને ચાંદી ખરીદવી એ ઘરમાં દેવી લક્ષ્મીને આમંત્રણ આપવા સમાન છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર બંને ધનની દેવી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને સમૃદ્ધિ લાવનારા ગણાય છે.
એવી પણ માન્યતા છે કે, પુષ્ય નક્ષત્ર એ દેવી લક્ષ્મીનું જન્મ નક્ષત્ર છે, તેથી આ દિવસે સોનું ખરીદવાથી સંપત્તિમાં કાયમી વધારો થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. જેથી દિવાળી પહેલા આવતાં પુષ્ય નક્ષત્રને શુભ અને સમૃદ્ધિ લાવનાર દિવસ માનવામાં આવે છે.








