Get The App

ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ 1 - image


Dhanteras, Diwali 2025: દિવાળીએ પ્રકાશનું પર્વ માનવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતીયોમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસેલા હિન્દુઓ, જૈન અને શિખ સમુદાયના લોકો મનાવે છે. આ અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્યનો વિજય અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે. આ તહેવાર એક દિવસનો નહીં, પરંતુ પૂરા 5 દિવસ સુધી ચાલે છે. આ તહેવારની શરુઆત ધનતેરસની સાથે થાય છે. ત્યાર બાદ નરક ચતુર્દશી એટલે કે છોટી દિવાળી, દિવાળી, ગોવર્ધન પૂજા અને છેલ્લે ભાઈબીજ આવે છે. તેમા દરેક દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને તેની સાથે પૌરાણિક વાર્તા જોડાયેલી છે. 

આ પણ વાંચો : ધનતેરસે 13 દીવડાથી કરો આ ખાસ ઉપાય, આખું વર્ષ પરિવાર પર રહેશે લક્ષ્મીજીની કૃપા

દિવાળીનો તહેવાર ઉજવવા પાછળ કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હિન્દુઓમાં તેને ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત આવવાની યાદમાં મનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ આ દેવી લક્ષ્મીના જન્મ દિવસ અને ભગવાન વિષ્ણુ સાથે તેમના લગ્નને દર્શાવે છે. જૈન ધર્મમાં, તે ભગવાન મહાવીરના મુક્તિના દિવસને દર્શાવે છે, અને શીખ ધર્મમાં આ દિવસને કેદમાંથી મુક્તિ તરીકે દર્શાવવામાં આવે છે. આ વર્ષે, દિવાળીનો તહેવાર 20 ઑક્ટોબર, 2025, સોમવારના રોજ ઉજવવામાં આવશે. દિવાળી સંબંધિત 4 પ્રશ્નો અને જવાબો જાણો. 

1. ધનતેરસ પર શું ખરીદવું શુભ માનવામાં આવે છે?

માન્યતા પ્રમાણે ધનતેરસ પર સોનું, ચાંદી કે વાસણો ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. 

2. નરક ચતુર્દશી (છોટી દિવાળી ) શા માટે ઉજવવામાં આવે છે?

માન્યતા પ્રમાણે નરક ચતુર્દશીના દિવસે ભગવાન કૃષ્ણે રાક્ષસ નરકાસુરનો વધ કર્યો અને 16,000 બંદીવાન રાજકુમારીઓને મુક્ત કરાઈ હતી. આ દિવસને દુષ્ટો પર ભગવાન શ્રીકૃષ્ણના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

3. દિવાળી પછીના દિવસે ગોવર્ધન પૂજા શા માટે ઉજવવામાં આવે છે?

માન્યતા પ્રમાણે ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણ દ્વારા ઇન્દ્રના અહંકારને તોડીને ગોવર્ધન પર્વતને પોતાની ટચલી (નાની) આંગળી પર ઉંચકીને ભારે વરસાદથી બચાવવાની યાદમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : સિંહ અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોને દિવાળીથી થશે અપાર ધનલાભ, બની રહ્યો છે રાજયોગ

4. દિવાળી પર ઘરોને રંગોળીથી કેમ સુશોભિત કરાય છે?

માન્યતા પ્રમાણે રંગોળીને સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મી અને અન્ય દેવી - દેવતાઓને ઘરમાં આવવા માટે આમંત્રણ આપવા માટે બનાવવામાં આવી છે. આ કલાકૃતિ શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે.

Tags :