સિંહ અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોને દિવાળીથી થશે અપાર ધનલાભ, બની રહ્યો છે રાજયોગ

Diwali 2025 Astrology: જ્યોતિષ ગણતરી પ્રમાણે 14 ઑક્ટોબરની સાંજે 7.34 મિનિટે શુક્ર અને યુરેનસ ગ્રહ એક બીજાથી 120 ડિગ્રીના ખૂણે હશે, જેના પરિણામે આ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
હાલમાં યુરેનસ ગ્રહ વૃષભ રાશિમાં અને શુક્ર કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે સૌભાગ્ય અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત આપે છે. આવો જાણીએ કે, કઈ કઈ રાશિઓનો રાજયોગની સૌથી વધારે અસર પડશે.
મિથુન રાશિ
નવપંચમ રાજયોગ મિથુન રાશિવાળાઓ માટે ખુશીઓ લઈને આવશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે, જે તમારા પરિવાર અને નાણાકીય સ્થિતિમાં સુધારોનો સંકેત આપી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો. લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદો ઉકેલાશે, અને સંબંધો મધુરતા આવશે. નોકરી કરતાં લોકો માટે આ પ્રમોશન અને સમ્માન મેળવવાનો સમય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, અને તમારી મહેનતની પ્રશંસા થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ વિશેષ ફાયદાકારક રહેશે. આ યોગ તમારી રાશિના ધન અને વાણીના ભાવોમાં બની રહ્યો છે, જેથી કોઈ આકસ્મિક લાભ મળી શકવાની શક્યતા છે. તમારા કરિયરમાં કોઈ નવી તકો, પ્રમોશન અને વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે, અને તમારી વાણીનો પ્રભાવ વધશે. આ દરમિયાન તમારા શબ્દોમાં એટલું આકર્ષણ હશે કે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.
આ પણ વાંચો: ધનતેરસે 13 દીવડાથી કરો આ ખાસ ઉપાય, આખું વર્ષ પરિવાર પર રહેશે લક્ષ્મીજીની કૃપા
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શુક્ર આઠમા ભાવમાં ગોચર કરશે. જે પરિવર્તન અને લાભનો સૂચક છે. આ યોગના પ્રભાવથી તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ યાત્રા, નવી નોકરી અથવા પ્રમોશન જેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. વ્યવસાયિકોને રોકાણમાંથી નવી તકો અને નફો મળી શકે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને લીડરશિપનો રોલ મળવાની સંભાવના બની રહી છે. આ સમય વાહન અથવા સંપત્તિ ખરીદવા માટે પણ અનુકૂળ રહેશે.