Astro

Dhanteras 2026: ધનતેરસે અજાણતાં પણ ન કરતાં આ 5 ભૂલ, ઘરમાં આવી શકે છે આર્થિક તંગી!

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
ધનતેરસ 2026: દિવાળીના પવિત્ર પર્વની શરૂઆત 6 નવેમ્બર, 2026ના રોજ ધનતેરસથી થશે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરાય છે. સોનું, ચાંદી કે નવા વાસણો ખરીદવાની પરંપરા છે. જોકે, ધનતેરસના દિવસે લોખંડ-ધારદાર વસ્તુઓ, કાચની વસ્તુઓ ખરીદવી કે નાણાકીય લેવડદેવડ કરવી અશુભ મનાય છે. કાળા વસ્ત્રો ટાળી, યમનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Dhanteras 2026: ધનતેરસે અજાણતાં પણ ન કરતાં આ 5 ભૂલ, ઘરમાં આવી શકે છે આર્થિક તંગી!

Dhanteras 2026 : દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસના પવિત્ર પર્વથી થાય છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ આ શુભ દિવસે સોનું, ચાંદી કે નવા વાસણો ખરીદવાની પરંપરા છે.

શુભ કાર્યો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ

માન્યતા છે કે, આ દિવસે શુભ કાર્યો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ક્યારેય અન્ન કે ધનની અછત સર્જાતી નથી. વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે ધનતેરસનું પર્વ 6 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે અજાણતાં થતી કેટલીક ભૂલો ઘરમાં આર્થિક તંગી લાવી શકે છે. તેથી આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે નીચે મુજબ છે.

1… લોખંડ અને ધારદાર વસ્તુઓની ખરીદીથી બચો

ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કાતર, ચપ્પુ, સોય કે ખીલી જેવી લોખંડની તેમજ અણીદાર વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. માન્યતા મુજબ આવી વસ્તુઓ ઘરમાં લાવવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે, જેની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે.

2… નાણાકીય વ્યવહાર કે ઉધાર-લેવડદેવડ ન કરવી

ધનતેરસના દિવસે કોઈને પણ નાણાં ઉધાર આપવા કે કોઈની પાસેથી દેવું લેવું મોટી ભૂલ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની લક્ષ્મી બહાર ચાલી જાય છે અને તિજોરી ખાલી થવા લાગે છે. જેના કારણે વ્યક્તિને આખું વર્ષ આર્થિક તંગી અને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

3… કાચની વસ્તુઓ ન ખરીદવી

આ શુભ દિવસે કાચની વસ્તુઓ ખરીદવાની પણ સ્પષ્ટ મનાઈ છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસના પવિત્ર તહેવારે કાચની કોઈપણ વસ્તુ ઘરમાં લાવવી અશુભ માનવામાં આવે છે.

4… કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળો

માન્યતા અનુસાર કાળો રંગ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે, જેનાથી જીવનમાં અશાંતિ ઊભી થઈ શકે છે. તેથી ધનતેરસના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ.

5… યમનો દીવો સાચી દિશામાં પ્રગટાવો

ધનતેરસની રાત્રે અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવા માટે યમનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો યોગ્ય નિયમ અને સાચી દિશામાં પ્રગટાવવો જરૂરી છે, અન્યથા તેનું પૂર્ણ ફળ મળતું નથી. યમનો દીવો હંમેશાં ઘરની બહાર મુખ્ય દરવાજા પાસે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ પ્રગટાવવો જોઈએ.