Get The App

Dev Uthani Ekadashi 2020: ક્યારે છે દેવઉઠી અગિયારસ?

- જાણો, દેવઉઠી અગિયારસે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ?

Updated: Nov 24th, 2020

GS TEAM

Google News
Google News
Dev Uthani Ekadashi 2020: ક્યારે છે દેવઉઠી અગિયારસ? 1 - image

નવી દિલ્હી, તા. 24 નવેમ્બર 2020, મંગળવાર 

ભગવાન વિષ્ણુના અષાઢ શુક્લ અગિયારસે ચાર મહિના માટે યોગનિંદ્રામાં ગયા બાદ કારતક માસની શુક્લ પક્ષની અગિયારસે તેઓ પોતાને જાગૃત અવસ્થામાં આવી જાય છે. આ ચાર માસમાં દેવ શયનને કારણે બધા માંગલિક કાર્ય વર્જિત હોય છે. જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે ત્યારે કોઇ માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે. દેવ જાગરણ તથા તેમના ઉઠવાને કારણે તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેને સૌથી મોટી અગિયારસ પણ માનવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ 25 નવેમ્બરે છે. 

દેવઉઠી અગિયારસે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ?

નિર્જળ અથવા માત્ર પ્રવાહી પદાર્થો પર ઉપવાસ રાખવો જોઇએ. જો બીમાર, વૃદ્ધ, બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ છે તો માત્ર એક ટાઇમનો ઉપવાસ રાખવો જોઇએ અને ફળાહાર કરવો જોઇએ. જો આ રીતે પણ ઉપવાસ કરવો શક્ય નથી તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવું જોઇએ. ભગવાન વિષ્ણુ અથવા પોતાના ઇષ્ટ-દેવની ઉપાસના કરો. આ દિવસે તામસિક આહાર (ડુંગળી, લસણ, માંસ, મદિરા, વાસી ભોજન) જરા પણ ન ખાશો. આ દિવસે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો જોઇએ. 

શું છે દેવઉઠી અગિયારસની પૂજા વિધિ? 

શેરડીની મદદથી મંડપ બનાઓ. તેમાં ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ રાખી શકો છો. ભગવાનને શેરડી, સિંઘોડા અને ફળ-મિઠાઇ સમર્પિત કરી શકાય છે. ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે જે આખી રાત પ્રજ્વલિત રહે છે. સવારમાં ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ચરણનો સ્પર્શ કરીને તેમને જગાડવામાં આવે છે. આ સમયે શંખનાદ અને કીર્તનની અવાજ કરવામાં આવે છે. ત્યારબાદ વ્રત-ઉપવાસની કથા સાંભળવામાં આવે છે. ત્યારબાદથી બધા મંગળ કાર્યની વિધિવત શરૂઆત કરવામાં આવી શકે છે. 

દેવઉઠી અગિયારસે કયા વિશેષ કાર્ય કરશો? 

આ દિવસે શંખ લાવવા અને તેની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે મધ્ય રાત્રીમાં ઉપાસના અને પ્રાર્થના કરવી વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરવો જોઇએ. આ દિવસે કોઇ નિર્ધનને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઇએ. 

Tags :