રક્ષાબંધનના દિવસે ચંદ્રદેવનું થશે નક્ષત્ર પરિવર્તન, 2 રાશિના જાતકોને થશે મોટો લાભ!
Chandra Nakshatra Parivartan 2025: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈઓ પોતાની બહેનોને 'રક્ષા'નું વચન આપે છે. જ્યોતિષિઓના મતે આ વખતે રક્ષાબંધન ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં રક્ષાબંધનના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. રક્ષાબંધન પર ચંદ્રદેવના નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, જેનાથી કેટલીક રાશિઓને મળશે મોટો લાભ.
2 રાશિના જાતકોને થશે મોટો લાભ
મેષ રાશિ
ચંદ્રદેવના નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ નક્ષણ પરિવર્તન મેષ રાશિના જાતકોને લાભ કરાવશે. માનસિક દુ:ખોથી મુક્તિ મળશે. તમને માનસિક તણાવમાંથી રાહત મળશે. કરિયરમાં પ્રગતિ થશે.
આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી
કુંભ રાશિ
રક્ષાબંધન પર કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં મોટો લાભ થશે. મન ઉત્સાહિત રહેશે. નાણાકીય લાભ થશે. ઘરમાં નવા લોકોનું આગમન થશે. અટકેલા કામ પૂર્ણ થશે. કુંભ રાશિના જાતકો નવા કાર્યની શરૂઆત કરી શકશે. પરિવારનો સાથ મળશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે.