Get The App

આજે ચંદ્રગ્રહણ: સૂતકકાળ શરૂ, જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
આજે ચંદ્રગ્રહણ: સૂતકકાળ શરૂ, જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે 1 - image
AI Image 

Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરુ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26  (એટલે કે બીજા દિવસે સવારે 1.26 કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરુ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ ગ્રહણની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર જોવા મળશે. ગ્રહણનું રાશિફળ નીચે મુજબ છે:

આજે ચંદ્રગ્રહણ: સૂતકકાળ શરૂ, જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે 2 - image

ગ્રહણ રાશિફળ

મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.

વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઇચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.

મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.

કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.

સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.

કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો: અનંત ચતુર્દશી 2025: આજે વાજતે-ગાજતે વિઘ્નહર્તાને અપાશે વિદાય, જાણો વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ

તુલા: મતભેદથી બચવું. વધું પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.

ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છેઅ. મુલાકાતો વધી શકે છે.

મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.

કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.

મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.


Tags :