અનંત ચતુર્દશી 2025: આજે વાજતે-ગાજતે વિઘ્નહર્તાને અપાશે વિદાય, જાણો વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ
Ganesh Visharan 2025: ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરી, અને આજે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાએ વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મૂહુર્ત છે આવો તે જાણીએ.
આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય
ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.
પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.
પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.
વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58 થી 09:30
બપોરે 12:40 થી 05:15
સાંજે 06:55 થી 08:25
ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.