Get The App

જન્માષ્ટમીએ થશે ચંદ્રનું રાશિ પરિવર્તન, 3 રાશિના જાતકોને થશે લાભ જ લાભ!

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમીએ થશે ચંદ્રનું રાશિ પરિવર્તન, 3 રાશિના જાતકોને થશે લાભ જ લાભ! 1 - image


Chandra Gochar 2025: આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઑગષ્ટના રોજ ઉજવવામાં આવશે. આ શુભ દિવસે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. પંચાંગ પ્રમાણે દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભક્તો ભગવાન કૃષ્ણ માટે વ્રત રાખે છે અને તેમની પૂજા કરે છે. આ વખતે જન્માષ્ટમીનો તહેવાર જ્યોતિષીય દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ અને ચંદ્રનું ગોચર થવાનું છે.

વાસ્તવમાં 16 ઑગષ્ટના રોજ ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે અને વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, જેના કારણે આ દિવસે શુક્ર-ચંદ્રની યુતિ પણ થશે. તો ચાલો જાણીએ તે જન્માષ્ટમીના દિવસે ચંદ્રના ગોચર અને શુક્ર-ચંદ્રની યુતિથી કઈ રાશિઓને ફાયદો થશે. 

વૃષભ રાશિ

આ ચંદ્રનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે. તમને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તમામ કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે.

કર્ક રાશિ

જન્માષ્ટમી પર કર્ક રાશિના જાતકોને ભગવાન કૃષ્ણની કૃપાથી કરિયરમાં ઉન્નતિની તક મળશે. ભાગ્યનો સાથ મળશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ

સિંહ રાશિ

ચંદ્રના ગોચરથી સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. સંબંધો મજબૂત બનશે. આવકમાં વધારો થશે. કાર્યસ્થળ પર પ્રમોશનની તકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

Tags :