For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

સપનાઓ ભવિષ્યમા થનારી ઘટનાઓના આપે છે સંકેત, એવા 4 સંકેતો જે આપશે સુખ-સમૃદ્વી

Updated: Sep 16th, 2023


નવી દિલ્હી,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

ઊંઘ દરમિયાન સપના જોવું એ સામાન્ય પ્રક્રિયા છે. સપના જોવામાં કોઈનું નિયંત્રણ નથી હોતુ. એવું માનવામાં આવે છે કે, દરેક સ્વપ્ન આપણને આવનારા ભવિષ્ય વિશે કોઈને કોઈ સંકેત આપતુ હોય છે. આપણે ફક્ત આ સંકેતોને સમજવાની જરૂર છે. દરેક વ્યક્તિનું સ્વપ્ન અલગ-અલગ હોય છે. કેટલાક લોકોના સપના સારા હોય છે તો કેટલાકને ખરાબ સપના વધુ આવતા હોય છે. સપનાઓ જે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓના શુભ સંકેત પણ આપે છે.

- સૂર્યનો પ્રકાશ જોવો

સપનામાં તેજસ્વી સૂર્યપ્રકાશ જોવો એ એક શુભ સ્વપ્ન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્યને નવા જીવનનો આધાર અને પ્રતીક માનવામાં આવે છે, તેથી સ્વપ્નમાં તેજસ્વી સૂર્યપ્રકાશ જોવાનો અર્થ છે કે, તમારા જીવનમાં ટૂંક સમયમાં નવા ફેરફારો થવાના છે, જે તમારા માટે શુભ રહેશે. આ સિવાય નોકરી, ધંધામાં પ્રગતિનો સંકેત પણ મળી શકે છે. આ પ્રકારના સપના શુભ માનવામાં આવે છે. 

- ઠંડીમાં પોતાને ધ્રૂજતા જુઓ

જો તમે સ્વપ્ન શાસ્ત્રોમાં વિશ્વાસ કરો છો તો સપનામાં તમારી જાતને ઠંડીમાં ધ્રૂજતા જોવું એ પણ એક શુભ સ્વપ્ન છે. આ સ્વપ્ન એ વાતનો સંકેત છે કે તમારો ખરાબ સમય પૂરો થઈ ગયો છે અને આવનારો સમય તમારા માટે પ્રગતિ લઈને આવશે. આ ઉપરાંત તે એ પણ સૂચવે છે કે તમારું જે પણ કામ આજ સુધી કોઈ કારણસર અટકેલું છે, તે જલ્દી જ પૂરું થઈ જશે.

- સપનામાં ઉડવું

જો તમે સપનામાં તમારી જાતને હવાઈ મુસાફરી કરતા જુઓ છો તો તે તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે. આ સ્વપ્નનો અર્થ છે કે, તમારો આવનારો સમય ઘણો સારો રહેશે. તમે નવી ઉંચાઈઓને આંબશો. તમારા શરૂ કરેલા તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. નોકરી અને વ્યવસાયમાં મોટી સફળતા પણ મળવાના શુભ સંકેત આ સપના દ્વારા મળે છે.

-  ખરીદારી કરતા જોવા 

એવું માનવામાં આવે છે કે સપનામાં પોતાને બજારમાં ખરીદી કરતા જોવું ખૂબ જ શુભ ગણાય છે. આ સ્વપ્ન સૂચવે છે કે નાણાંકીય કટોકટી તમારા જીવનમાંથી દૂર થઈ રહી છે અને ટૂંક સમયમાં તમને અચાનક નાણાંકીય લાભ મળી શકે છે. આ સિવાય ધંધામાં પણ ફાયદો થવાના સંકેત છે.

Gujarat
Worldcup 2023
English
Magazines