મિથુન, મકર અને મીન સહિત આ 5 રાશિના જાતકોએ 22 દિવસ ખાસ સાચવવું, પૈસાની તંગી અને સંબંધોમાં આવી શકે ખટાશ
Astrology: ધન, વ્યવસાય, વાણી અને બુદ્ધિનો સૂચક ગ્રહ બુધ રવિવારે (18 મે,2025)થી મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે, જેની નકારાત્મક અસર 5 રાશિના લોકો પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધનું અસ્ત તમામ રાશિઓ પર અસર કરશે. બુધ 10 જૂન સુધી અસ્ત રહેશે અને આ સમય દરમિયાન 5 રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નહીંતર આ 22 દિવસ ખૂબ જ મુશ્કેલ પસાર થશે.
મેષઃ
મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. શત્રુઓ તમને પરેશાન કરી શકે છે. કારકિર્દીમાં મુશ્કેલીઓ આવી શકે છે અને સ્વાસ્થ્ય બગડી શકે છે.
આ પણ વાંચોઃ આજે રાહુ-કેતુનું ગોચર થશે, આગામી 1 વર્ષ સુધી આ રાશિના જાતકો સામે આવશે અનેક પડકાર
મિથુનઃ
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને તેનું અસ્ત થવું મિથુન રાશિના લોકો માટે સારી ન કહી શકાય. મિથુન રાશિના જાતકોએ પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમને ચીડિયાપણું અને તણાવ થઈ શકે છે. કોઈની સાથે કારણ વગર તમારો ઝઘડો થઈ શકે છે.
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે પણ બુધ ગ્રહ અસ્ત થવાથી નકારાત્મક પરિણામો મળી શકે છે. આ રાશિના જાતકોએ આ દરમિયાન રોકાણ કરવાનું ટાળવું, નહીંતર પૈસા ફસાઈ શકે છે. ભાગીદારીના કામમાં નુકસાન થઈ શકે છે અથવા કામ અટકી શકેછે.
આ પણ વાંચોઃ મેષ અને ધનુ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સાથ આપશે, રાહુનો કુંભમાં પ્રવેશ
સિંહઃ
સિંહ રાશિના લોકો માટે બુધ ગ્રહ અસ્તમાં થવાથી નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે તેમજ તણાવ વધી શકે છે. તેથી, સમજી-વિચારીને નિર્ણય લેવો.
મકરઃ
બુધ ગ્રહ અસ્ત સ્થિતિમાં હોવાથી મકર રાશિના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. રોકાણ માટે આ સારો સમય નથી.