આજે રાહુ-કેતુનું ગોચર થશે, આગામી 1 વર્ષ સુધી આ રાશિના જાતકો સામે આવશે અનેક પડકાર
Rahu-Ketu Gochar: આજે સાંજે રાહુ કેતુનું ગોચર થવા જઈ રહ્યું છે. આને વર્ષનું સૌથી મોટું ગોચર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. આજે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મહત્વની વાત એ છે કે રાહુ કેતુના આ ગોચરથી સમસપ્તક યોગ બનશે. જેનાથી કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે.
વૃષભ રાશિ
રાહુ અને કેતુનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે અનેક પડકારો લઈને આવી શકે છે. માનસિક તણાવ અને પારિવારિક કંકાસનો સામનો કરવો પડી શકે છે આત્મવિશ્વાસમાં ઘટાડો પણ આવશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આવનાર સમય કેટલાક પડકારોથી ભરેલો હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પારિવારિક સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. વ્યવસાયમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકસાનની શક્યતા છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ આગામી સમયમાં સંપત્તિ સાથે સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ સ્વાસ્થ્ય સમસ્યા સામે આવી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે.
કન્યા રાશિ
રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિને અસર કરશે. જો તમે રોકાણ કરવા માંગો છો તો ખૂબ જ સમજી વિચારીને કોઈપણ પગલું ભરવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને વધુ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. આરોગ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. વર્કપ્લેસ પર સહકર્મીંઓ સાથે તમારા સંબંધો ખરાબ થઈ શકે છે.