Get The App

બુધ વક્રી થતાં 23 દિવસ 5 રાશિના જાતકોને થશે મોટો આર્થિક લાભ, નોકરી-વેપારમાં નવી તકોના સંકેત

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
બુધ વક્રી થતાં 23 દિવસ 5 રાશિના જાતકોને થશે મોટો આર્થિક લાભ, નોકરી-વેપારમાં નવી તકોના સંકેત 1 - image


Budh Vakri 2026: બુધને સમજણ, જ્ઞાન, બુદ્ધિ અને વિચારનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે બુધ પોતાની ઉલટી/ઉંધી ચાલ ચાલે છે એટલે કે વક્રી થાય છે ત્યારે માણસ જૂના નિર્ણયો, અડધા કામો અને પહેલાની યોજનાઓ અંગે ફરી વિચારવાનું શરૂ કરે છે. આ સમયે ઘણી વિતેલી યાદો ફરી સામે આવે છે. ખાસ વાત એ છે કે વક્રી અવસ્થામાં બુધની પ્રભાવ શક્તિ ઓછી નથી હોતી પણ મજબૂત થઈ જાય છે તે માટે દરેક વખતે બુધ વક્રીને નકારાત્મક માનવુંએ યોગ્ય નથી. 

26 ફેબ્રુઆરીએ બુધ વક્રી

26 ફેબ્રુઆરી 2026ના રોજ બુધ 23 દિવસ સુધી વક્રીમાં રહેશે અને 21 માર્ચે ફરી સીધી ચાલમાં પરત ફરશે. આ દરમિયાન બુધની ઉંધી ચાલ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહી શકે છે. 5 રાશિના લોકોને કામ, કરિયર અને કારોબારમાં સારી તકો મળવાની સંભાવના પ્રબળ થશે તેમજ આર્થિક હિતો પણ પાર પડી શકે છે. 

વૃષભ રાશિ

બુધ વક્રી વૃષભ રાશિના જાતકો માટે આર્થિક મામલે રાહતભરી રહેશે. વેપારમાં જૂના સોદાઓ અચાનક જ ફાયદો કરાવી શકે છે. રોકાણ સાથે જોડાયેલા કેટલાક નિર્ણયો જો ગહન રીતે વિચારીને લેવામાં આવે તો ડબલ લાભ મળી શકે, ઘર પરિવારમાં પૈસાની તંગી નહીં પડે પણ સ્થિરતા આવશે. વાણીમાં મીઠાશ વધશે જેથી સંબંધો મજબૂત બનશે. કરિયરની ગતિ ધીમી રહેશે પણ મજબૂત પ્રગતિના યોગ બનશે. જમીન, વાહન કે કોઈ મિલકત સાથે અટકાયેલો મામલો આગળ વધી શકે છે. 

મિથુન રાશિ

મિથુન રાશિવાળા માટે આ સમય સારો અને ઉપયોગી સાબિત થશે. વિચારવાની ક્ષમતા તેજ થશે અને અડધા પડેલા કામ જાતે જ આગળ વધવા લાગશે. કરિયરમાં જે તકો પહેલા છૂટી ગઈ હતી તે ફરિ સામે આવશે. વેપાર ધંધામાં અગાઉ કરેલું રોકાણ ફાયદો અપાવશે. વાતચીત કરવાની ક્ષમતા મજબૂત થશે જેથી બગડેલા કામ સુધરી જશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવશે. પહેલા લીધેલો નિર્ણય હાલમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરાવી શકે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે બુધ વક્રી ખૂબ જ સકારાત્મક ફેરફાર લઈને આવશે. આ દરમિયાન જાતે જ મૂલ્યાંકન કરવાથી સમજણ વધશે. નોકરીમાં ભરોસો જીતી શકતા નવી જવાબદારીઓ મળશે તેમજ વડીલોનો સહયોગ પણ આગળ વધવામાં મદદરૂપ થશે. એકાઉન્ટ કે શિક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓના સારા પરિણામ મળી શકે છે. જૂની ઓળખાણ કે ગ્રાહક દ્વારા લાભના સંકેત, આવકના નવા સ્ત્રોત ઊભા થશે તેમજ પરીક્ષા અને ઈટરવ્યૂમાં સફળતાના સંકેત છે. 

તુલા રાશિ

તુલા રાશિના માટે નવા અવસર ઊભા થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા કામમાં ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે. કાયદાકીય કામોમાં પણ રાહતના અણસાર, ફસાયેલા કે અટકાયેલા પૈસા આવવાના સંકેત, નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થશે. કળા, મીડિયા, લેખન અને સંચાર સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ મળી શકે છે. બહારની જગ્યા કે વિદેશ સાથે જોડાયેલા અવસરોથી પણ લાભ થવાનો અંદેશો છે. 

આ પણ વાંચો: અચાનક થશે મોટો ધનલાભ ! શું આ અઠવાડિયે તમારી રાશિમાં છે અણધાર્યા યોગ?, જાણો સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ માટે આ સમય નવા વિચારો અને નવા રસ્તાઓ ખુલશે તેવા સંકેત લઈને આવશે. કરિયરમાં જૂની યોજનાઓ ફરીથી શરૂ થવાની સંભાવના છે. ટેકનિકલ, ડેટા વિશ્લેષણ સાથે જોડાયેલા કામોમાં સારા પરિણામ મળશે. ધીમે ધીમે આવક વધશે. મિત્રો અને ધંધાકીય નેટવર્કથી લાભ પણ થઈ શકે. આ દરમિયાન બનાવવામાં આવેલી નવી યોજનાઓ ભવિષ્યમાં લાંબા સમય સુધી ફાયદો આપતી રહેશે.