Weekly Horoscope, 26 January to 01 February-2026 : કેવું રહેશે તમારું આ આખું અઠવાડિયું? કઈ રાશિના જાતકોને નોકરીમાં બઢતી મળશે અને કોને આર્થિક લાભ થશે? આ અઠવાડિયે આકાશી ગ્રહોનો સંયોગ અનેક રાશિઓ માટે અણધાર્યા લાભ અને જૂના પ્રશ્નોના ઉકેલ લાવનારો સાબિત થશે. પછી તે કરિયરમાં આવતી નવી તક હોય કે સ્વાસ્થ્યમાં સુધારો, જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સાત દિવસ તમારા જીવનમાં કેવો બદલાવ લાવશે તેની વિગતવાર માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. વાંચો તમારું સાપ્તાહિક ભાગ્યફળ...
મેષ (Aries) : નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય, અણધાર્યો કોઈ લાભ પણ મળે, જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે, આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
વૃષભ (Taurus) : સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે, નસીબ સાથ આપતું જણાય.
મિથુન (Gemini) : ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે, જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.
કર્ક (Cancer) : ભાઈ-બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ, હિંમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે, માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
સિંહ (Leo) : ધન-વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.
કન્યા (Virgo) : મુસાફરીના યોગ બને છે યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે, આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે, આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જૂના મતભેદ ભૂલવાની તક મળે.
તુલા (Libra) : લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે, વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને, આર્થિક, કૌટુંબિક બાબતે સારું સુખ મળે, અશાંત મન ધીરે-ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
વૃશ્ચિક (Scorpio) : નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય તન-મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.
ધન (Sagittarius) : નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.
મકર (Capricorn) : લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને, તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને, ભાઈ-બહેન મિત્રોનો સાથ-સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.
કુંભ (Aquarius) : જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે, નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે-ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.
મીન (Pisces) : અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અણગમો ઊભો ન થાય તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય, મુસાફરીના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે.
• ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય


