Get The App

10 દિવસ બાદ બુધનો ઉદય થશે, 3 રાશિના જાતકોનું ભાગ્ય જ બદલાઈ જવાનું છે!

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
10 દિવસ બાદ બુધનો ઉદય થશે, 3 રાશિના જાતકોનું ભાગ્ય જ બદલાઈ જવાનું છે! 1 - image


Budh Uday 2025: ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર અને પરિવર્તન ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ દેવતાને માન-સન્માન, બુદ્ધિ અને તર્ક-વિતર્કના કારક કહેવામાં આવે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 27 નવેમ્બરે બુધનો તુલા રાશિમાં ઉદય થશે. જ્યોતિષીઓના મતે 12 નવેમ્બરના રોજ બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થશે અને 15 દિવસ અસ્ત થયા બાદ 27 નવેમ્બરે બુધનો ઉદય થશે. આ સાથે જ બુધ તુલા રાશિમાં એટલા માટે ઉદય કરશે કારણ કે 23 નવેમ્બરે બુધ તુલા રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં બુધના ઉદયથી ઘણી રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ જશે. 

1. વૃષભ રાશિ

બુધના ઉદયથી વૃષભ રાશિના જાતકોનો સારો સમય શરુ થશે. નિર્ણય લેવાની ક્ષમતામાં વધશે. ઑફિસમાં અધૂરા રહેલા કામોને વેગ મળશે. તમારી વાતચીતની કુશળતા એટલી પ્રભાવશાળી હશે કે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને વિશેષ ફાયદો થશે. માનસિક તણાવ ઓછો થશે. સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ જશે. કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં સંતુલન બની રહેશે. 

2. કર્ક રાશિ

બુધનો ઉદયથી કર્ક રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ માનવામાં આવી રહ્યો છે. યોજનાઓ એકદમ સટીક બનશે. તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા કામ કરવાની શૈલી વ્યવસ્થિત થતી જશે. કરિયરમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા મોટા અધિકારીઓનું સમર્થન મળવાની પ્રબળ શક્યતા છે. આર્થિક મામલે પણ રાહત મળશે. ખર્ચ પર નિયંત્રણ રહેશે.

આ પણ વાંચો: સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા, હેલ્પલાઈન નંબર જાહેર

3. ધન રાશિ

ધન રાશિના જાતકો માટે બુધનો ઉદય લાભદાયી માનવામાં આવી રહ્યો છે. નાણાકીય નિર્ણયોમાં સફળતા મળવાની શક્યતા છે. રોકાણ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. નોકરી કરતાં જાતકો માટે આ સારો સમય છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ પર ફોકસ વધશે. પરિવાર સાથે સંબંધિત ગેરસમજો દૂર થશે. વેપારીઓ માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે અને નફો વધવાના સંકેત મળી રહ્યા છે. 

Tags :