4 દિવસ બાદ બુધનું મેષ રાશિમાં થશે ગોચર, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી જશે
Image Source: Twitter
Budh Gochar: 4 દિવસ બાદ એટલે કે 7 મે ના રોજ બુધનું રાત્રે 3:53 વાગ્યે મેષ રાશિમાં ગોચર થશે. આ પહેલા બુધ પોતાની સૌથી નીચલી રાશિ મીનમાં વિરાજમાન થશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બુધને ગ્રહોનો રાજકુમાર પણ કહેવામાં આવે છે. આ દિવસે બુધના ગોચરથી મેષ રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ પણ થશે. કારણ કે, મેષ રાશિમાં સૂર્ય પહેલાથી જ વિરાજમાન છે. તો ચાલો જાણીએ કે બુધના ગોચરથી કઈ રાશિઓને થશે લાભ.
કર્ક રાશિ
બુધનું ગોચર કર્ક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. નોકરીમાં પૈસાની કમાણી કરશો. વ્યવસાયમાં લાભ થશે. નવી નોકરી મળી શકે છે. કિસ્મતનો સાથ પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
બુધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખર્ચમાં નિયંત્રણ મેળવશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
તુલા રાશિ
બુધના ગોચરથી તુલા રાશિના જાતકોને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવાર અને મિત્રોનો સાથે પ્રાપ્ત થશે. પૈસા કમાવાના રસ્તા ખુલશે. પ્રમોશન મળી શકે છે. આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે.
ધન રાશિ
બુધના ગોચરથી ધન રાશિના જાતકોને ફાયદો થશે. કરિયરમાં ઊંચાઈ પ્રાપ્ત થશે. પાર્ટનરશિપ પણ ફાયદાકારક રહેશે. પ્રોફેશનલ લાઈફમાં નવી તકો મળશે.
કુંભ રાશિ
કુંભ રાશના જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે. પ્રેમ સંબંધ આનંદદાયી રહેશે. ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરનારાઓને ટ્રાન્સફર મળશે પરંતુ આ સાથે જ લાભ પણ થશે.