8 દિવસ બાદ સૂર્ય-બુધ-કેતુનો મહાસંયોગ, આ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી!
(AI IMAGE) |
Budh Gochar 2025: બુધ હાલમાં કર્ક રાશિમાં બિરાજમાન છે, પરંતુ 30 ઓગસ્ટે તે આ રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 15 સપ્ટેમ્બર, 2025 સુધી ત્યાં જ રહેશે. ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન સિંહ રાશિમાં પહેલાંથી જ સૂર્ય અને છાયા ગ્રહ કેતુ ઉપસ્થિત છે. આ કારણે સૂર્ય, બુધ અને કેતુનો અદ્ભુત મહાસંયોગ થવા જઈ રહ્યો છે.
આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. તો એવામાં જાણીએ આ લકી રાશિઓ વિશે:
1. કર્ક રાશિ
આ સંયોગ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારા માન-સન્માનમાં વધારો થશે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થઈ શકે છે. તમને વેપારમાં લાભ થશે. અચાનક કોઈ મોટી ડીલ પણ મળી શકે છે. જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને કારકિર્દીમાં સફળતા મળશે.
2. વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે અને રોકાણથી સારો નફો મળશે. કારકિર્દી અને વેપારના ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે. જીવનમાં સ્થિરતા અને સકારાત્મકતા વધશે. રોકાણથી સારો લાભ મળશે.
આ પણ વાંચો: વાંચો તમારું 22 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય
3. ધન રાશિ
સૂર્ય, બુધ અને કેતુનો આ મહાસંયોગ ધન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. નોકરી કરતા લોકોને નવી તકો મળી શકે છે અને લાંબા સમયથી અટકેલાં કામોમાં ગતિ આવશે.