Get The App

વાંચો તમારું 22 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 22 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ ઉદ્વેગ રહે.

વૃષભ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો, નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર રહે.

મિથુન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કુટુંબ- પરિવાર આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. કામનો ઉકેલ આવે.

કર્ક : માનસિક- પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. રાજકીય સરકારી કામમાં ઉતાવળ ન કરવી.

સિંહ : કોર્ટ- કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે.

કન્યા : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય, સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

તુલા : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ- શ્રમ- વ્યસ્તતા જણાય.

વૃશ્ચિક : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થઈ શકે.

ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની અનુભવાય, તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે પરંતુ મહ્ત્વના નિર્ણય લેતા પહેલા ચર્ચા- વિમર્શ કરી લેવા.

કુંભ : આપની બુદ્ધિ- મહેનત- અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવતા રાહત રહે.

મીન : આપના કામમાં સરળતા જણાય, સીઝનલ ધંધામાં સંતાનનો સાથ સહકાર મળી રહે. લાભ- ફાયદો મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :