Get The App

'મારો સમય ખરાબ ચાલી રહ્યો છે', પહેલા ઘરની ઘડિયાળ જુઓ, કદાચ ટાઇમ નહીં દિશા જ ખોટી હશે

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
'મારો સમય ખરાબ ચાલી રહ્યો છે', પહેલા ઘરની ઘડિયાળ જુઓ, કદાચ ટાઇમ નહીં દિશા જ ખોટી હશે 1 - image

Vastu For Wall Clock: ઘણી વાર લોકો કહેતા હોય છે કે, 'હાલમાં મારો સમય બરોબર નથી ચાલી રહ્યો', 'દરેક કામમાં અડચણો આવી રહી છે.' 'સમય મારી સાથે નથી.' પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેનું કારણ તમારા ઘરની ઘડિયાળ હોઈ શકે છે ? વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ માત્ર સમય બતાવતું સાધન નહીં, પરંતુ તે તમારા જીવનની ઊર્જા, ભાગ્ય અને તમારા વિચાર પર સીધી અસર કરે છે. તમારા ઘરમાં ઘડિયાળની દિશા, રંગ અને આકાર નક્કી કરે છે કે, તમારો સમય કેવી રીતે પસાર થશે- સારો કે ખરાબ. જો ખોટી દિશામાં લગાવવામા આવી હોય, તો તે સંબંધોમાં તણાવ, નાણાકીય સમસ્યાઓ અથવા માનસિક તણાવ વધારી શકે છે. તેથી, વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, 'ઘડિયાળને સાચી દિશામાં લગાવવાનો અર્થ એ છે કે સમયનો ઉપયોગ તમારા પક્ષમાં કરવો.' આવો જોઈએ કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવી જોઈએ અને કઈ દિશામાં ન લગાવવી. 

આ પણ વાંચો: ધનતેરસ બાદ સિંહ અને વૃશ્ચિક સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, પોતાના જ ઘરમાં પ્રવેશ કરશે મંગળ

ઘડિયાળ અને દિશા વચ્ચેનો સીધો સંબંધ

વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાના પોતાના ગુણ રહેલા હોય છે. આ ગુણના આધારે ઘરની વસ્તુઓ તમારા જીવનને અસર કરે છે. ઘડિયાળને સૌથી પ્રભાવશાળી વસ્તુ માનવામાં આવે છે કારણ કે તે 24 કલાક ચાલે છે. તેનો રંગ, આકાર અને દિશા તમારા નસીબ સાથે જોડાયેલી છે.

1. ઉત્તર દિશા

આ દિશાને તકો અને પ્રગતિની દિશા માનવામાં આવે છે. જો તમને તમારી નોકરી કે વ્યવસાયમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો ઉત્તર દિશામાં વાદળી, સફેદ અથવા લીલી ગોળ અથવા ગોળાકાર ઘડિયાળ મૂકો. આ નવી તકો ઊભી કરશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરશે. પરંતુ એ ખાસ ધ્યાન રહે કે, આ દિશામાં લાલ કે પીળી ઘડિયાળ તકોને અવરોધિત કરી શકે છે.

2. ઉત્તર-પૂર્વ દિશા

આ દિશા સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જોડાયેલી છે. જો ઘરમાં કોઈ બીમાર હોય, તો આ દિશામાં ગોળ, હળવા રંગની ઘડિયાળ મૂકવાથી શુભ માનવામાં આવે છે. જેથી ઘરમાં પોઝિટિવ ઊર્જા લાવે છે અને ધીમે ધીમે સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પંરતુ એ વાતનું ખાસ ધ્યાન રહે કે, આ દિશામાં ભારે કે લાલ રંગની ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણ કે તે મન પર નકારાત્મક અસર પેદા કરે છે. 

3. પૂર્વ દિશા

આ દિશા સંબંધો, નામ અને પ્રસિદ્ધિ સાથે સંકળાયેલી છે. જો તમે તમારા સામાજિક જીવનમાં આગળ વધવા માંગતા હો અથવા લોકો સાથે તમારા સંબંધો વધારવા માંગતા હોવ, તો સોનેરી, લીલા અથવા લાકડાની લંબચોરસ અથવા ચોરસ આકારની ઘડિયાળ લગાવવી જોઈએ. જેથી સંબંધો સુધરે છે અને લોકો તમને ઓળખવા લાગશે. પરંતુ જો, અહીં સફેદ અથવા ગોળાકાર ઘડિયાળ લગાવો છો તો, તમારા સંપર્કો અને સંબંધોને નબળા પડી શકે છે.

4. દક્ષિણ-પૂર્વ દિશા

આ દિશા અગ્નિ તત્ત્વ સાથે સંકળાયેલી છે અને પૈસા સાથે સંબંધિત છે. જો તમે ઘરે અથવા ઑફિસમાં પૈસાની અછત અનુભવી રહ્યા છો, તો આ દિશામાં લાલ અથવા લાકડા રંગની ચોરસ અથવા ત્રિકોણાકાર ઘડિયાળ લગાવવી  ફાયદાકારક છે. આનાથી પૈસાનો પ્રવાહ વધે છે અને આત્મવિશ્વાસ વધે છે. જોકે, ગોળ અથવા કાળા રંગની ઘડિયાળ લગાવેલ હોય તો અહીંથી દૂર રાખો, કારણ કે આનાથી પૈસા આવતાં બંધ થઈ જશે.

5. દક્ષિણ-પશ્ચિમ દિશા

આ દિશા સંબંધો અને સ્થિરતાનું પ્રતીક છે. જો ઘરમાં તકરાર કે મતભેદ વધી રહ્યા હોય, તો આ દિશામાં રાખેલી ઘડિયાળને જરુર ચેક કરો. અહીં લીલી અથવા લાકડાના રંગની ચોરસ ઘડિયાળ સારી છે.

અહીં રાખેલી ગોળ સફેદ કે કાળા રંગની ઘડિયાળ સંબંધોમાં કડવાશ વધારી શકે છે. કેટલીકવાર, લોકો આ દિશામાં દંપતીના ફોટાવાળી ઘડિયાળ મૂકે છે. આ વધુ નુકસાનકારક સાબિત થાય છે.

આ પણ વાંચો: વર્ષો બાદ દિવાળીએ શનિદેવ વક્રી રહેશે, આ રાશિના જાતકોની કિસ્મતમાં અચ્છે દિન આવશે

6. પશ્ચિમ દિશા

આ દિશા જ્ઞાન અને ભવિષ્ય સાથે સંકળાયેલી છે. જો બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન ન આપી રહ્યા હોય અથવા તેમનું મન ભટકતું હોય, તો પશ્ચિમ દિશામાં ગોળ સફેદ ઘડિયાળ રાખવાથી ફાયદો થાય છે. તે તેમની એકાગ્રતામાં વધારો કરે છે અને તેમને યોગ્ય દિશામાં વિચારવામાં મદદ કરે છે. પરંતુ અહીં ચોરસ અથવા ત્રિકોણાકાર ઘડિયાળ રાખવાનું ટાળો, કારણ કે સમય અને ધ્યાન બંનેનો બગાડ થશે.

ઘડિયાળો સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

1. ઘરમાં તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. તે અટકેલા સમય અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે.

2. ઘડિયાળ હંમેશા સમયસર ચાલતી હોવી જોઈએ.

3. બેડરૂમમાં ઘડિયાળ સીધી બેડની સામે ન રાખવી જોઈએ.

4. જો ઘડિયાળની ટિક ટિક ખૂબ જોરથી હોય, તો તે માનસિક ચિંતા વધારી શકે છે.