Mangal Gochar 2026: 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિનો પર્વ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવનમાં મોટું પરિવર્તન જોવા મળે છે. આ વખતે 2 એપ્રિલ, ચૈત્ર પૂર્ણિમાના રોજ જ હનુમાન જયંતિનો પવિત્ર દિવસ પણ છે. ત્યારે આ દિવસે એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે મંગળ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે. શનિ પહેલાથી જ આ રાશિમાં હાજર છે, આવી સ્થિતિમાં બંને ગ્રહોનું એક સાથે આવવું એ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યું છે. એવી માન્યતા છે કે આ સંયોગથી હનુમાનજીની કૃપા પણ વિશેષ રીતે પ્રાપ્ત થાય છે. જ્યોતિષીઓના મતે વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિના જાતકોને આ પરિવર્તનનો સૌથી વધુ ફાયદો થશે. તેમના અટકેલા કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે, અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો થવા લાગશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આ સમય નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે. તમને કરિયરમાં આગળ વધવાની સારી તકો મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. જો તમે નોકરી બદલવાનું અથવા નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અચાનક ધન લાભ પણ થઈ શકે છે. તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય સન્માન અને પ્રગતિ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે અને તમને તમારા બોસ અથવા સીનિયર્સનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસ કરતા જાતકો માટે પણ લાભના સારા યોગ બની રહ્યા છે. તમારું મન પહેલા કરતા વધુ શાંત અને સંતુલિત રહેશે, જેનાથી તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો. સંબંધોમાં પણ સુધારો જોવા મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય રાહત ભર્યો સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ધીમે-ધીમે અંત આવશે. તમને મિલકત અથવા રોકાણ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ખર્ચ પર પણ નિયંત્રણમાં રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે ખુદને વધુ ઉર્જાવાન અનુભવશો. તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે, જેનાથી તમારું મન ખુશ રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન ઘણા ક્ષેત્રોમાં લાભ અપાવનારું રહેશે. જૂના વિવાદોનો અંત આવી શકે છે અને કોર્ટ-કચેરીના મામલે રાહત મળી શકે છે. વિરોધીઓ નબળા પડશે અને તમારા કામમાં અવરોધો ઓછા થશે. કરિયરમાં નવી સંભાવના બનશે અને મહેનતું સારું ફળ મળશે. પરિવારમાં ખુશીઓ વધશે અને સંબંધો મધુર બનશે. જીવનમાં સંતુલન જળવાઈ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.


