Get The App

5 ડિસેમ્બર સુધી 3 રાશિના જાતકોના દિવસો અતિ ભારે, પાપી ગ્રહ કેતુએ નક્ષત્ર બદલ્યું!

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
5 ડિસેમ્બર સુધી 3 રાશિના જાતકોના દિવસો અતિ ભારે, પાપી ગ્રહ કેતુએ નક્ષત્ર બદલ્યું! 1 - image

Ketu Nakshatra Parivartan 2026: 29 માર્ચના રોજ પાપ ગ્રહ કેતુએ નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. કેતુએ પોતાના જ નક્ષત્ર મઘામાં પ્રવેશ કર્યો છે. હવે આ નક્ષત્રમાં કેતુ 5 ડિસેમ્બર સુધી રહેવાનો છે. જ્યોતિષ પંડિતોનું કહેવું છે કે આ નક્ષત્રમાં કેતુનું ભ્રમણ કેટલીક રાશિઓ માટે સારું નથી. તેથી આ રાશિના જાતકોએ ડિસેમ્બર સુધી ખૂબ જ સંભાળીને ડગલાં ભરવા પડશે. કેતુ તમારી આર્થિક સ્થિતિ ડામાડોળ કરી  શકે છે, જેના કારણે ધનહાનિ અથવા રોકાણમાં નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય પડકારજનક સાબિત થશે. અજાણ્યા લોકોથી તમારે થોડા સાવધ રહેવું પડશે. તમારી ભોળપણનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ખોટી સંગત અથવા ખોટી વ્યક્તિ સાથેનો સંપર્ક તમને મોટી મુસીબતમાં ફસાવી શકે છે. તેથી ખૂબ જ સાવધાનીથી કામ લેવું. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી બિલકુલ ન રાખવી. હાલમાં રોકાણની યોજનાઓથી દૂર રહેવું.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોના ધન અને વેપાર માટે પણ કેતુનું નક્ષત્ર પરિવર્તન યોગ્ય જણાતું નથી.થોડી પણ બેદરકારી મોટા નુકસાનનું કારણ બની શકે છે. દેવું, ઉધાર અથવા રોકાણમાં મૂકેલી રકમ ડૂબી શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે છે. ભ્રમ અને ભટકાવની સ્થિતિથી પરેશાન થઈ શકો છો. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે. વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થવાથી અભ્યાસમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે.

5 ડિસેમ્બર સુધી 3 રાશિના જાતકોના દિવસો અતિ ભારે, પાપી ગ્રહ કેતુએ નક્ષત્ર બદલ્યું! 2 - image
ai તસવીર 

મીન રાશિ

કરિયર અને રોજગારની દૃષ્ટિએ આ સમયગાળો કંઈ ખાસ રહેવાનો નથી. ધન-ધાન્યનું નુકસાન શક્ય છે. રૂપિયા-પૈસા બાબતે કોઈના સાથે વિવાદ વધી શકે છે. પૈતૃક સંપત્તિમાં પણ ફટકો પડવાની શક્યતા છે. કોઈ સારી પ્રોપર્ટીનો સોદો પણ તમારા હાથમાંથી નીકળી શકે છે. સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા માટે પણ સારો દેખાઈ રહ્યો નથી. દાંપત્ય જીવન પ્રભાવિત થઈ શકે છે. પાર્ટનર સાથે અણબનાવને કારણે ઘરમાં મન ઓછું લાગશે. સંબંધોમાં અવરોધ આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: સમસપ્તક યોગ: 31 માર્ચથી ચંદ્ર અને શનિ આમને-સામને, ત્રણ રાશિની મુશ્કેલી વધશે! જાણો ઉપાય

..તો ઉપાય શું?

તમારા ઈષ્ટદેવનું નિયમિત સ્મરણ કરો. તમે જે પણ ભગવાનને માનતા હોવ તેમની પૂજા કરો. 'ૐ કેતવે નમઃ' મંત્રનો જાપ કરવાથી પણ તમને લાભ થશે. આ સિવાય કાળા શ્વાનને રોટલી, પક્ષીઓને ચણ અને જરૂરિયાતમંદોને દાન આપવાથી પણ તમારી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.