Get The App

સમસપ્તક યોગ: 31 માર્ચથી ચંદ્ર અને શનિ આમને-સામને, ત્રણ રાશિની મુશ્કેલી વધશે! જાણો ઉપાય

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
સમસપ્તક યોગ: 31 માર્ચથી ચંદ્ર અને શનિ આમને-સામને, ત્રણ રાશિની મુશ્કેલી વધશે! જાણો ઉપાય 1 - image

April Astrology Predictions: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ 2026ની શરૂઆત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 31 માર્ચની રાત્રે ચંદ્ર સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે શનિ પહેલેથી જ મીન રાશિમાં બિરાજમાન છે. આ ગોચરને કારણે શનિ અને ચંદ્ર એકબીજાથી સાતમા ભાવમાં હોવાથી 'સમસપ્તક યોગ'નું નિર્માણ થશે. જ્યોતિષમાં આ સ્થિતિ ઘણીવાર 'વિષ યોગ' જેવી અસરો જન્માવે છે, જે માનસિક તણાવ, અસ્થિરતા અને કાર્યમાં અવરોધો લાવી શકે છે. આથી એપ્રિલના પ્રારંભે કેટલીક રાશિઓએ ખાસ સાવધાની રાખવી પડશે.

આ રાશિના જાતકોએ રહેવું પડશે સતર્ક

1. મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, એપ્રિલની શરૂઆત મેષ રાશિના જાતકો માટે થોડી ભાગદોડ અને તણાવભરી રહી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધશે, જેના કારણે માનસિક શાંતિ હણાઈ શકે છે. ઘરના સભ્યો સાથે પણ નાની-નાની વાતોમાં ખટરાગ થવાની શક્યતા છે. તેથી, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો અને ખાસ કરીને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો.

2. સિંહ રાશિ

તમારી રાશિમાંથી ચંદ્રનું વિદાય લેવું માનસિક અને ભાવનાત્મક રીતે તમને અસ્થિર કરી શકે છે. કદાચ તમને આત્મવિશ્વાસમાં ઘટાડો વર્તાય અને અંગત સંબંધોમાં ગેરસમજ ઉભી થાય. આર્થિક વ્યવહારોમાં ખૂબ જ સાવધાની રાખવી અને કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. ધીરજથી કામ લેવું તમારા માટે હિતાવહ રહેશે.

3. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય માનસિક રીતે થોડો કસોટીભર્યો સાબિત થઈ શકે છે. વગર વિચારે આવતી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે, જેના કારણે કામમાં મન નહીં લાગે. આની સીધી અસર તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય પર પડી શકે છે. મનની શાંતિ માટે નિયમિત યોગ અને ધ્યાન કરવાનો આગ્રહ રાખવો.

આ પણ વાંચો: બુધના નક્ષત્રમાં મંગળનું ગોચર, 4 રાશિના જાતકો પર પૈસાનો ખૂબ થશે વરસાદ!

શું છે સમસપ્તક યોગ અને તેના ઉપાય?

જ્યારે બે ગ્રહો એકબીજાથી બરાબર સાતમા ભાવમાં સ્થિત હોય ત્યારે સમસપ્તક યોગ બને છે. જ્યારે શનિ અને ચંદ્ર આ સ્થિતિમાં હોય, ત્યારે તે વ્યક્તિની ભાવનાત્મક ક્ષમતાની કસોટી કરે છે. આ અશુભ અસરોથી બચવા માટે દર સોમવારે શિવલિંગ પર જલભિષેક કરવો અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો હિતાવહ છે. આ ઉપરાંત, શનિવારે ગરીબોને કાળી વસ્તુઓનું દાન કરવાથી અને ચંદ્રને મજબૂત કરવા માટે દૂધ કે ચોખાનું દાન કરવાથી રાહત મળી શકે છે.

સમસપ્તક યોગ: 31 માર્ચથી ચંદ્ર અને શનિ આમને-સામને, ત્રણ રાશિની મુશ્કેલી વધશે! જાણો ઉપાય 2 - image