Get The App

Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશી પર કરો આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યામાંથી મળશે છૂટકારો

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશી પર કરો આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યામાંથી મળશે છૂટકારો 1 - image
Image AI 

Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીનો તહેવાર 6 સપ્ટેમ્બર એટલે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે. આ શુભ દિવસે ધાર્મિક ક્રિયાકર્મ સાથે કેટલાક વિશેષ ઉપાય કરવા પણ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે માહિતી આપીશું.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

અનંત ચતુર્દશી પર કરવાના ઉપાય 

અનંત ચતુર્દશીના દિવસે પ્રદોષ કાળમાં તમારે 14 દિપક પ્રગટાવવા જોઈએ. દિપક પ્રગટાવ્યા પછી ઘરમાં અલગ અલગ ખૂણામાં મુકવા જોઈએ. તમે તેને ઘરના મુખ્ય દ્વારા, રસોડુ, પૂજા રુમ, પિતૃઓની તસવીર પાસે, સીડી પાસે  વગેરે જગ્યા પર તમે દિપક મુકી શકો છો. આ સરળ ઉપાય કરવાથી તમારા જીવનમાં વિશેષ પરિવર્તન આવે છે અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા વરસે છે. 

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરુર કરવો

આ દિવસે તમારે વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ જરુર કરવો જોઈએ. એવુ કરવાથી તમારા જીવનની દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વરસે છે. 

અન્ન, વસ્ત્ર અને રુપિયાનું દાન કરો

અનંત ચતુર્દશીના દિવસે જરુરીયાતમંદને દાન પણ કરવું જોઈએ. આ દિવસે, તમે અન્ન, વસ્ત્ર અને પૈસાનું દાન કરીને પૂણ્ય મેળવી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ તમારા પૂર્વજો પણ પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો: 15 સપ્ટેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે કેમ કે શુક્ર દેવ કરશે ગોચર

દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ

અનંત ચતુર્દશીના દિવસે તમારે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ અને પૂજામાં દેવી લક્ષ્મીને 14 ગાયો અર્પણ કરવી જોઈએ. ત્યાર બાદ બીજા દિવસે આ ગાયો લઈ જઈને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખવી જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે.

આ દિવસે પૂજામાં ભગવાન વિષ્ણુને 14 જાયફળ અર્પણ કરો

આ ઉપરાંત, જો તમે ઇચ્છો છો કે, તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં કોઈ સમસ્યા ન આવે, તો અનંત ચતુર્દશીના દિવસે પૂજામાં ભગવાન વિષ્ણુને 14 જાયફળ અર્પણ કરો. પૂજા પૂર્ણ થયા પછી જાયફળને નદીમાં પ્રવાહિત કરો. આ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ લાવે છે, તેવું માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ વિજ્ઞાનિક પૂરવા નથી. ગુજરાત સમાચાર આ અંગે સત્યતાનો કોઈ પુરાવો આપતું નથી.)

Tags :